Coolie Movie Review | એમાં કોઈ શંકા નથી કે કુલી(Coolie) વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મવ છે, પરંતુ તાજેતરના સમયમાં ભારતીય રિલીઝમાંની સૌથી મોટી ફિલ્મ પણ છે. રજનીકાંત (Rajinikanth) અભિનીત આ ફિલ્મ પહેલાથી જ ઇન્ડસ્ટ્રીમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરી રહી છે, જેમાં અભૂતપૂર્વ એડવાન્સ વેચાણના આંકડા છે.
ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, બુધવાર સાંજ સુધીમાં, કુલીએ તેના ઓપનિંગ ડે માટે ભારતમાં ₹ 41 કરોડથી વધુની ટિકિટ વેચી દીધી હતી.
કુલી મુવી કાસ્ટ (Coolie Movie Cast)
કુલી મુવી લોકેશ કનાગરાજ દ્વારા દિગ્દર્શિત છે આ હાઇ-ઓક્ટેન એક્શન ડ્રામા ફિલ્મમાં વર્ષના સૌથી સ્ટાર-સ્ટડેડ કલાકારોમાંથી એક છે: આમિર ખાન , નાગાર્જુન, સૌબિન શાહિર, શ્રુતિ હાસન અને સત્યરાજ. લીઓની બ્લોકબસ્ટર સફળતા બાદ લોકેશ કનાગરાજ પહેલીવાર રજનીકાંત સાથે કામ કરી રહ્યા છે. જેનાથી ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે.
કુલી મુવી પ્લોટ સિક્રેટ
કુલી નિર્માતાઓએ પ્લોટની વિગતો સિક્રેટ રાખી છે. ગયા અઠવાડિયે રિલીઝ થયેલા ટ્રેલરને હળવો પ્રતિસાદ મળ્યો હતો, ઘણા લોકોએ તેને લોકેશ કનાગરાજની ફિલ્મગ્રાફીમાં “અત્યાર સુધીનું સૌથી નબળું ટ્રેલર” ગણાવ્યું હતું, પરંતુ અપેક્ષાઓ હજુ પણ ખૂબ જ ઊંચી છે. કમલ હાસન સાથે વિક્રમ ફિલ્મના વિવેચનાત્મક અને વ્યાપારી રીતે સફળ થયા બાદ લોકેશ રજનીકાંત માટે શું કર્યું છે તે જોવા માટે ચાહકો ઉત્સુક છે .
‘એ’-પ્રમાણિત કુલી લોકેશ કનાગરાજ સિનેમેટિક યુનિવર્સ (LCU) નો ભાગ હોવાની અફવા છે, જોકે ફિલ્મ નિર્માતાઓએ સતત આ વાતનો ઇનકાર કર્યો છે. તેમ છતાં, લોકેશની અગાઉની મુવી, કૈથી, માસ્ટર, વિક્રમ અને લીઓ, સુર્યાની ‘રોલેક્સ’ અને કાર્તિની ‘દિલ્લી’ જેવા પાત્રો દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે તે જોતાં, આ અટકળોએ ભારે ચર્ચા જગાવી છે. ચાહકો આશ્ચર્યજનક કેમિયોની આશા રાખે છે, જોકે કંઈ પુષ્ટિ થઈ નથી.
રજનીકાંત આમિર ખાનના કર્યા વખાણ
તાજેતરમાં તમિલનાડુમાં એક ભવ્ય પ્રેસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવનાર આમિર ખાન સહિત સમગ્ર સ્ટાર કાસ્ટ હાજર રહ્યા હતા. રજનીકાંતે આમિર ખાન પ્રત્યે ઊંડી પ્રશંસા વ્યક્ત કરતા કહ્યું કે તે બોલિવૂડના અન્ય બે ખાન, સલમાન અને શાહરૂખમાં ખૂબ જ આગળ છે.
આમિરે રજનીકાંત પ્રત્યેના તેના લાંબા સમયથી રહેલા આદર વિશે વાત કરતા જણાવ્યું હતું કે કુલીમાં જોડાવાનો તેનો નિર્ણય સંપૂર્ણપણે ફેન્સની ઇચ્છાથી હતો, તેના કારકિર્દીમાં પહેલી વાર એવું બન્યું કે તેઓ સ્ક્રિપ્ટ વાંચ્યા વિના કે પાત્ર વિશે કંઈ જાણ્યા વિના કોઈ ભૂમિકા માટે સંમત થયો હતો. લોકેશ અને આમિર બંને દ્વારા અગાઉ પણ પુષ્ટિ કરવામાં આવી છે કે તેઓ ટૂંક સમયમાં આગામી ઉનાળા પછી એક સુપરહીરો ફિલ્મ પર સહયોગ કરશે, જેનું નિર્માણ શરૂ થવાની તૈયારીમાં છે.
નાગાર્જુન કુલીમાં વિલનની ભૂમિકામાં
મુબઈમાં એક ઇવેન્ટમાં, કુલીમાં મુખ્ય વિલનની ભૂમિકા ભજવતા નાગાર્જુને ફિલ્મ પર કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેણે કહ્યું કે, “રજનીકાંત સર સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો છે. સેટ પર રજની સરનું માર્ગદર્શન, તેનો કરિશ્મા અને આભા ખરેખર શાનદાર હતી. જ્યારે તેમની ભૂમિકાની વિગત સિક્રેટ રાખવામાં આવી છે, ટ્રેલર સૂચવે છે કે તેનો સામનો સીધો રજનીકાંતના પાત્ર ‘દેવા’ સાથે થઈ શકે છે.
નાગાર્જુને ઉમેર્યું કે, “રજની સરએ તમિલ ડાયલોગમાં મદદ કરી અને ખરેખર મને માર્ગદર્શન આપ્યું હતું. તે ખરેખર સારું હતું. ભલે મેં ફિલ્મમાં નકારાત્મક પાત્ર ભજવ્યું હોય, પણ આ ફિલ્મ બનાવવામાં મારો અનુભવ ખૂબ જ સકારાત્મક રહ્યો છે.”
કુલી રીવ્યુ (Coolie Review)
બોક્સ ઓફિસ નંબર ટ્રેકર સાઇટ સેકનિલ્કે શેર કર્યું છે કે રજનીકાંત અભિનીત ફિલ્મ કુલીએ પહેલા દિવસે સવારે 10 વાગ્યા સુધીમાં લગભગ 14.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ પહેલા દિવસે 100 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરે તેવી અપેક્ષા છે, જોકે કુલીને અત્યાર સુધી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.
ટ્વીટર યુઝર @_imsathish એ કુલી માટે રિવ્યુ શેર કર્યો જેમાં લખ્યું હતું, “#કૂલી હંમેશની જેમ, સુપરસ્ટાર રજનીનો કરિશ્મા ફિલ્મને સારી રીતે રજૂ કરે છે. થોડા ઉન્નત દ્રશ્યોમાં વાઇબ સારી રીતે કામ કરે છે. ઘણા બધા ફાઇટ સિક્વન્સ સાથે હિંસા થોડી વધારે છે. સ્ક્રીનપ્લે વધુ સારું હોઈ શક્યું હોત. એવું લાગ્યું કે લોકીની ટચ ખૂટે છે. એકંદર રેટિંગ: 3/5.”
@MalaysiaTickets એ કુલીનો રિવ્યુ શેર કર્યો જેમાં લખ્યું હતું કે, “#કુલી એક ધમાકેદાર થિયેટર વોચ છે. આને આપણે થિયેટર વોચ ફિલ્મ કહીએ છીએ. ક્ષણો, વિન્ટેજ ભાગ, દેવાનો રોલ, સિમોનનું પાત્ર, દયાલનો મીઠી રોલ… ક્લાઇમેક્સ – તે સંપૂર્ણપણે કોમર્શિયલ સિનેમા માટે બનાવવામાં આવ્યું છે!”
@Troll_Cinema એ ટ્વીટર પર કૂલી ફિલ્મનો તેમનો રિવ્યૂ શેર કર્યો, “#કુલી ફિલ્મ જો તમે કોઈ અપેક્ષા વગર જુઓ છો તો તે એક સરેરાશ ફિલ્મ છે. નબળા વિલન, નબળી સ્ક્રીન પ્લે, LOKI પાસેથી અપેક્ષિત પરિણામો ન મળ્યા. ઊંચી અપેક્ષાઓના કારણે મારા માટે ભારે નિરાશાઓ છે (હું સામાન્ય રીતે કોઈ અપેક્ષા વગર જોઉં છું). લડાઈના સીનમાં શૂન્ય તીવ્રતા હતી, કોઈ ઉચ્ચ ક્ષણો નહોતી, અને જ્યારે સ્ટોરી સારી હતી,
તે લખે છે, ‘મુવી સ્ક્રીનપ્લે સરેરાશથી ઓછી હતી. સ્ટેજ સીન સારી રીતે કામ કરી શક્યા નહીં, અને મોટા બજેટની ફિલ્મો માટે જો તમે સ્ટેજિંગમાં ચૂકી જાઓ છો, તો તમે બધું જ ચૂકી જાઓ છો. આમિર ખાનનો કેમિયો, તેમજ સત્યરાજ અને નાગાર્જુનના સીનનો કોઈ પ્રભાવ પડ્યો નહીં.’
કુલીની મ્યુઝિક કોણે આપ્યું છે?
એક રહસ્ય જે ચાહકોને સતત આકર્ષિત કરે છે તે છે “હાઈઝનબર્ગ” તરીકે ઓળખાતા ગીતકારની ઓળખ છે, જે “આઈ એમ ધ ડેન્જર” અને “મોબસ્ટા” ગીતો માટે જવાબદાર છે. આ નામ અગાઉ લીઓ, જવાન, વેટ્ટાઈયાન અને વિક્રમ જેવી ફિલ્મોમાં દેખાયું છે, અને આ બધાનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે.
મુંબઈના કાર્યક્રમમાં, અનિરુદ્ધે અટકળોને સંબોધતા કહ્યું: “લોકેશ અને હું તે હાઈઝનબર્ગ રહસ્યને કબર સુધી લઈ જઈશું. તેમ છતાં મારે સ્વીકારવું જોઈએ કે તે ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિ છે. તેણે આપણા માટે કરેલા બધા ગીતો ખરેખર સારી રીતે કામ કરી ચૂક્યા છે, જેમાં ‘મોબસ્ટા’ અને ‘આઈ એમ ધ ડેન્જર’નો સમાવેશ થાય છે. અહીં (હાઈઝનબર્ગની ઓળખ) ગુપ્ત રાખીએ.’
અનિરુદ્ધે ફિલ્મમાં શ્રુતિ હાસનના અભિનયની પણ પ્રશંસા કરી, તેને “કદાચ તેના કરિયરની બેસ્ટ ગણાવી હતી. શ્રુતિએ ઉમેર્યું કે આ ફિલ્મે તેને એક એકટ્રેસ તરીકે અપાર ગ્રોથ આપ્યો અને તેના “ખૂબ જ મજબૂત સ્ત્રીત્વ” પર પ્રકાશ પાડ્યો હતો.
શ્રુતિ હાસનએ શેર કર્યું કે ઘણા લોકો તેના પાત્ર, પ્રીતિ સાથે ભાવનાત્મક રીતે પડઘો પાડશે. જ્યારે કુલી બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક વિકેન્ડ માટે તૈયાર છે, ત્યારે વાસ્તવિક કસોટી મુવી સ્ટોરી અને રજનીકાંતને કેવી રીતે દર્શાવવામાં આવ્યો છે તેમાં રહેલી છે. ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆર અભિનીત YRF ની બહુચર્ચિત વોર 2 સાથે ટકરાઈ હોવા છતાં, કુલી એડવાન્સ બુકિંગ અને મીડિયા બઝ બંનેમાં ઘણી આગળ છે.