Crakk Movie: ક્રેક જીતેગા તો જીયેગા મુવીમાં અર્જુન રામપાલ અને વિદ્યુત જામવાલ એક્શન રોલમાં, 23 ફેબ્રુઆરીએ થશે રિલીઝ

Crakk Jeetega toh Jiyegaa : ક્રેક જીતેગા તો જીયેગા એક્શન થ્રિલર મુવી છે. આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ અને અર્જૂન રામપાલની સાથે નોરા ફતેહી છે. ક્રેક ફિલ્મના પોસ્ટર, ટીઝર, ગીત અને ટ્રેલર રિલીઝ થતાં ફેન્સમાં આ મુવીએ ઉત્સાહ અને આતુરતા વધારી દીધી છે.

Written by Ajay Saroya
February 06, 2024 16:27 IST
Crakk Movie: ક્રેક જીતેગા તો જીયેગા મુવીમાં અર્જુન રામપાલ અને વિદ્યુત જામવાલ એક્શન રોલમાં, 23 ફેબ્રુઆરીએ થશે રિલીઝ
Crakk Movie : ક્રેક મુવીના પોસ્ટમાં અર્જૂન રામપાલ અને વિદ્યુત જામવાલ એક્શન રોલમાં દેખાય છે. (Photo - @mevidyutjammwal)

Crakk Jeetega toh Jiyegaa : ક્રેક જીતેગા તો જીયેગા એક્શન થ્રિલર મુવી 23 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. વિદ્યુત જામવાલ અને અર્જુન રામપાલ અભિનિત એકશન મુવીની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. પોસ્ટર, ટીઝર, ગીત અને ટ્રેલર રિલીઝ થતાં ફેન્સમાં આ મુવીએ ઉત્સાહ અને આતુરતા વધારી દીધી છે. આ ફિલ્મમાં વિદ્યુત અને અર્જૂન વચ્ચે ફાઇટિંગના જબરદસ્ત સીન શુટ કરવામાં આવ્યા છે.

ક્રેક મૂવીનું પોસ્ટર રિલિઝ (Crakk Poster Release)

ક્રેક મુવીનું પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યું છે. જેમાં બે પાવરહાઉસ એક્ટર વિદ્યુત જામવાલ અને અર્જુન રામપાલ અદભૂત એક્શન સીનમાં દેખાય છે. આ મુવી પોસ્ટરમાં, વિદ્યુત અને અર્જુનની પીઠ એકબીજા સાથે જોડાયેલી છે અને તેઓ તેમના હાથ પર ડિજિટલ ટાઈમર સાથે ગુસ્સામાં બૂમો પાડી રહ્યા છે. પોસ્ટર શેર કરતી વખતે અર્જુન અને વિદ્યુતે કેપ્શનમાં લખ્યું, ‘ડર નહીં ડેરિંગ સે, ક્રેકઃ જીતેગા તો જીયેગા, 23 ફેબ્રુઆરીથી સિનેમાઘરોમાં.

https://www.instagram.com/p/C29EJ70ozMN/

ક્રેડ ફિલ્મનું ટ્રેલર (Crakk Trailer Release)

અપમકિંગ બોલીવુડ મુવીના પોસ્ટરની સાથે ફિલ્મના ટ્રેલર વિશે પણ જાણકારી આપવામાં આવી છે. ટ્રેલરના કેપ્શનમાં લખ્યું છે કે ફિલ્મનું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે. જો કે ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી, જો કે આ સપ્તાહના અંત સુધીમાં મુવીનું ટ્રેલર રિલીઝ થવાની ધારણા છે.

પાછલા કેટલાક અઠવાડિયામાં પ્રોડ્યુશરોએ ફિલ્મના મ્યુઝિક ટ્રેક પણ રિલીઝ કર્યા છે. ફિલ્મનું એક ગીત જે ફેમસ થયું છે તે હતું દિલ ઝૂમ. આ ગીત અલી ઝફરના આ જ નામના હિટ ગીતની રિમેક છે. આ ગીત વિશાલ મિશ્રા અને શ્રેયા ઘોષાલે ગાયું હતું.

crakk movie | crakk poster | crakk song | crakk jeetega toh jiyegaa | crakk vidyut jammwal and arjun rampal | crakk release date | crakk jiyegaa vidyut nora fatehi | nora fatehi crakk | nora fatehi movie | nora fatehi dance song
Crakk Movie : ક્રેક મુવીમાં એક્શન હિરો વિદ્યુત જામવાલ અને નોરા ફેતહીનો રોમાન્સ જોવા મળશે. (Photo – @mevidyutjammwal)

ક્રેક સ્ટાર કાસ્ટ (Crakk Star Cast)

https://www.instagram.com/p/C2_ol9byiu4/

ક્રેક મુવીના સ્ટાર કાસ્ટની વાત કરીયે તો ફિલ્મમાં વિદ્યુત જામવાલ અને નોરા ફતેહી ઉપરાંત અર્જૂન રામપાલ અને એમી જેક્સન જેવા કલાકાર મુખ્યપાત્ર જોવા છે. ફિલ્મમાં એક્ટિંગ ઉપરાંત વિદ્યુત જામવાલે અબ્બાસ સૈયદ સાથે મળી આ ફિલ્મનું પ્રોડક્શન કર્યું છે.

આ પણ વાંચો | ડાન્સર નોરા ફતેહીએ પાણી રેડી સ્ટેજ પર લગાવી આગ, થઇ ટ્રોલ

ક્રેક મુવી રિલિઝ ડેટ (Crakk Release Date)

ક્રેક – જીતેગા તો જીયેગા, તે એક સ્પોર્ટ્સ ફિલ્મ છે. જે આદિત્ય દત્ત દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ બે ભાઇઓ પર આધારિત છે. તેની પહેલા આદિત્ય દત્ત આશિક બનાયા આપને, ટેબલ નંબર 21 જેવી ફિલ્મ ડિરેક્ટર કરી ચૂક્યા છે. ક્રેક મૂવી 23 ફેબ્રુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ