/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/crew-box-office-collection-.jpg)
કરીના કપૂર તબ્બૂ અને ક્રિતિ સેનનો જલવો યથાવત બીજા દિવસે ફિલ્મનું આટલું કલેક્શન (Kareena Kapoor Instagram)
Crew Movie BOx Office Collection : કરીના કપૂર, તબ્બુ અને કૃતિ સેનન અભિનિત ફિલ્મ ક્રૂ 29 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. ક્રૂ મુવીએ રિલીઝ થતાની સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. પહેલાં દિવસે દમદાર ઓપનિંગ કર્યા બાદ ફિલ્મના બીજા દિવસના કમાણીના આંકડા સામે આવી ગયા છે.
આ મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. ક્રૂ મુવીમાં કરીના કપૂર, તબ્બૂ અને કૃતિ સેનન એર હોસ્ટેસની ભૂમિકામાં છે.ત્રણેય એક્ટ્રેસે પોતાની એક્ટિંગથી ઓડિયન્સનું દિલ જીતી લીધુ છે.
કમાણીના મામલામાં ક્રૂએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. સૈકનિલ્કના રિપોર્ટ અનુસાર ક્રૂ મુવીએ પહેલાં દિવસે ઘરેલુ બોક્સ ઓફિસ પર 8.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જો કે આ અર્લી એસ્ટીમેટ છે. ઓફિશિયલ ડેટા આવ્યા પછી આ કલેક્શનમાં થોડા ચેન્જીસ આવી શકે છે.
હવે ક્રૂના બીજા દિવસની કમાણીની વાત કરીએ તો ટ્રેડ એનાલિસ સિકનિલ્ક પ્રમાણે, ફિલ્મે દેશભરમાં 9.6 કરોડનો વેપાર કર્યો છે. ઓફિશિયલ ડેટા આવ્યા પછી આ કલેક્શનમાં થોડો ફેરફાર થઇ શકે છે.
ક્રૂ મુવીએ બે દિવસની અંદર ટોટલ 18.55 કરોડનું કલેક્શન કરી લીઘું છે. આ મુવીનું બજેટ લગભગ 50 કરોડ બતાવવામાં આવી રહ્યું છે. ઓપનિંગ જેટલું કલેક્શન આ મુવી દરરોજ કરશે તો બહુ જલદી અનેક મુવીના રેકોર્ડ તોડી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ મુવી આ રીતે શાનદાર ક્લેક્શન કરશે તો બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us