Crew Box Office Collectio Day 3 : બોક્સ ઓફિસ પર ‘ક્રૂ’નો દબદબો, ત્રીજા દિવસે છપ્પરફાડ કમાણી કરી

Crew Box Office Collection Day 3 : કરીના કપૂર, તબ્બૂ અને કૃતિ સેનની ફિલ્મ ‘ક્રૂ’ને વીકેન્ડનો ભરપૂર ફાયદો મળ્યો છે. ક્રૂ મુવી બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કરી રહી છે. ત્યારે 'ક્રૂ'ની ત્રીજા દિવસની કમાણી સામે આવી ગઇ છે.

Crew Box Office Collection Day 3 : કરીના કપૂર, તબ્બૂ અને કૃતિ સેનની ફિલ્મ ‘ક્રૂ’ને વીકેન્ડનો ભરપૂર ફાયદો મળ્યો છે. ક્રૂ મુવી બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કરી રહી છે. ત્યારે 'ક્રૂ'ની ત્રીજા દિવસની કમાણી સામે આવી ગઇ છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
crew box office collection day 3 story kareena kapoor khan tabu kriti sanon

Crew Box Office Collectio Day 3 : બોક્સ ઓફિસ પર ‘ક્રૂ’નો દબદબો, ત્રીજા દિવસે છપ્પરફાડ કમાણી કરી (Kriti Sanon Instagram)

Crew Box Office Collection Day 3 : બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર, તબ્બૂ અને કૃતિ સેનની ફિલ્મ ‘ક્રૂ’નો જાદુ લોકો પર ચાલ્યો છે. હાલમાં ‘ક્રૂ’ સિનેમાઘરોમાં ધમાલ મચાવી રહી છે. 'ક્રૂ'ની કહાની લોકોને પસંદ આવી રહી છે. તેથી ક્રૂ મુવી બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કરી રહી છે. 'ક્રૂ'નો ફર્સ્ટ વિકેન્ડનો કમાણીનું રેકોર્ડ સામે આવી ગયો છે.

Advertisment

આ મુવીએ પહેલાં દિવસે 9.25 કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ બીજા દિવસે 5.41 ટકા ઉછાળો જોવા મળ્યો અને 9.75 કરોડની કમાણી થઇ. જ્યારે ત્રીજા દિવસે 'ક્રૂ'એ સૈકનિલ્કના રિપોર્ટ અનુસાર કરીના, તબ્બૂ અને કૃતિ સેનનની ક્રૂ એ રવિવારના રોજ દેશભરમાં 10.25 કરોડની છપ્પરફાડ કમાણી કરી છે. જો કે ઓફિશિયલ આંકડા આવ્યા પછી કલેક્શનના આંકડમાં ચેન્જીસ થઇ શકે છે. 'ક્રૂ'એ ટોટલ ત્રણ દિવસમાં 29.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

https://www.instagram.com/p/C4vI5iUtM2N/

ક્રૂ ત્રણ મહિલા ગીતા સેઠી (તબ્બૂ),દિવ્યા રાણા (કૃતિ સેનન) અને જાસ્મીન કોહલી (કરીના કપૂર ખાન)ની વાર્તા દર્શાવે છે.આ ત્રણેયના મોટા
સપના છે, પરંતુ તેમના ખિસ્સા ખાલી છે. ગીતા સેઠી ,દિવ્યા રાણા અને જાસ્મીન કોહલી ગીતા અને નામની એરલાઈનમાં કામ કરે છે. તેની એરલાઈનનો માલિક વિજય વાલિયા છે જે ફ્રોડ છે. તેમની એરલાઇન પણ ના દાર થઈ ગઈ છે. પરંતુ તેઓ આ વાત છુપાવી રહ્યા છે.

https://www.instagram.com/p/C4kmMREIdpj/

આ પણ વાંચો : Upcoming Movies : એપ્રિલમાં મનોરંજનનો ધમાકો, આ શાનદાર મુવીઓ રિલીઝ થઇ રહી છે, જુઓ યાદી

Advertisment

મુવીનું બજેટ લગભગ 50 કરોડ બતાવવામાં આવી રહ્યું છે. ઓપનિંગ જેટલું કલેક્શન આ મુવી દરરોજ કરશે તો બહુ જલદી અનેક મુવીના રેકોર્ડ તોડી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ મુવી આ રીતે શાનદાર ક્લેક્શન કરશે તો બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી શકે છે.

celebrities મનોરંજન ન્યૂઝ