Crew Box Office Collection Day 4 : કરીના કપૂર,તબ્બૂ અને ક્રૃતિ સેનનની ‘ક્રુ’એ ચોથા દિવસે આટલી જ કરી કમાણી

Crew Box Office Collection Day 4 : બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર, તબ્બૂ અને કૃતિ સેનન સ્ટારર ક્રૂ 29 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. ત્યારે ક્રૂ ફિલ્મે ત્રણ દિવસ શાનદાર કલેક્શન કર્યા પછી ચોથા દિવસે મોટો ઘટાડો નોંધાયો છે.

Crew Box Office Collection Day 4 : બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર, તબ્બૂ અને કૃતિ સેનન સ્ટારર ક્રૂ 29 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. ત્યારે ક્રૂ ફિલ્મે ત્રણ દિવસ શાનદાર કલેક્શન કર્યા પછી ચોથા દિવસે મોટો ઘટાડો નોંધાયો છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Crew Box Office Collection Day 4 | Crew Box Office Collection | Crew Story | kareena Kapoor Khan | Tabu | Kriti Sanon

Crew Box Office Collection Day 4 : કરીના કપૂર,તબ્બૂ અને ક્રૃતિ સેનનની ‘ક્રુ’એ ચોથા દિવસે આટલી જ કરી કમાણી (Photo Tabu Instagram)

Crew Box Office Collection Day 4 : કરીના કપૂર ખાન, તબ્બૂ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ક્રૂ 29 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. ઓપનિંગ ડેથી લઇને વીકેન્ડ સુધી ક્રૂ મુવી બોક્સ ઓફિસ શાનદાર કમાણી કરી રહી હતી. દર્શકોને ક્રૂ ફિલ્મની ફ્રેશ કહાની ઘણી પસંદ આવી છે, પરંતુ આ વચ્ચે ક્રૂ અંગે ખરાબ સમાચાર સામે આ્વ્યાં છે. ક્રૂના કલેક્શનમાં સોમવારે મોટો ઘટાડો નોંધાયો છે.

Advertisment
publive-image

ક્રૂએ સતત ત્રણ દિવસ મબલક કમાણી કરી ચોથા દિવસે એટલે કે સોમવારે મળતી માહિતી અનુસાર, બોક્સ ઓફિસ પર માત્ર 4.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

ક્રૂ મુવીએ પહેલાં દિવસે 9.25 કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ બીજા દિવસે 5.41 ટકા ઉછાળો જોવા મળ્યો અને 9.75 કરોડની કમાણી થઇ. જ્યારે ત્રીજા દિવસે ક્રૂ એ દેશભરમાં 10.25 કરોડની છપ્પરફાડ કમાણી કરી હતી.

https://www.instagram.com/p/C4kmMREIdpj/

આ પણ વાંચો : Parineeti Chopra : પરિણીતી ચોપરાએ પ્રેગનન્સીની ખબરો અંગે જણાવી હકીકત, જુઓ વીડિયો

Advertisment

ક્રૂ ત્રણ મહિલા ગીતા સેઠી (તબ્બૂ),દિવ્યા રાણા (કૃતિ સેનન) અને જાસ્મીન કોહલી (કરીના કપૂર ખાન)ની વાર્તા દર્શાવે છે.આ ત્રણેયના મોટાસપના છે, પરંતુ તેમના ખિસ્સા ખાલી છે. ગીતા સેઠી ,દિવ્યા રાણા અને જાસ્મીન કોહલી ગીતા અને નામની એરલાઈનમાં કામ કરે છે. તેની એરલાઈનનો માલિક વિજય વાલિયા છે જે ફ્રોડ છે. તેમની એરલાઇન પણ નાદાર થઈ ગઈ છે. પરંતુ તેઓ આ વાત છુપાવી રહ્યા છે.

celebrities મનોરંજન ન્યૂઝ