/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/kareena-kapoor-movie-daayra.jpg)
કરીના કપૂર મેઘના ગુલઝારની ફિલ્મ દાયરામાં જોવા મળશે, ફિલ્મ વિશે પોસ્ટ કરી શેર
બોલિવૂડમાં એક નવી જોડી દર્શકો સમક્ષ આવવા માટે તૈયાર છે. કરીના કપૂર (Kareena Kapoor) અને પૃથ્વીરાજ સુકુમારન (Prithviraj Sukumaran) ટૂંક સમયમાં મેઘના ગુલઝારની ફિલ્મ 'દાયરા'માં જોવા મળશે.'રાઝી' અને 'તલવાર' જેવી યાદગાર ફિલ્મો આપનાર મેઘના હવે જંગલી પિક્ચર્સ સાથે ત્રીજી વખત ફિલ્મ બનાવવા જઈ રહી છે. 'દાયરા' (Daayra) એક ક્રાઈમ ડ્રામા છે. ફિલ્મની જાહેરાત બાદ ચાહકોમાં ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ છે.
કરીના કપૂર દાયરા મુવી અપડેટ (Kareena Kapoor Daayra Movie Update)
કરીના કપૂરએ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઉત્સાહ સાથે આ ફિલ્મની જાહેરાત કરી. તેણીએ લખ્યું, "હું હંમેશા એવી અભિનેત્રી રહી છું જે દિગ્દર્શકના નિર્દેશન મુજબ કામ કરે છે. આ વખતે મેઘના ગુલઝાર જેવા તેજસ્વી દિગ્દર્શક સાથે કામ કરવું મારા માટે ખાસ છે. હું પૃથ્વીરાજના અભિનયની ચાહક છું. તેમની સાથે આ સફર વધુ રોમાંચક રહેશે. 'દાયરા' મારી ડ્રીમ ટીમનો પ્રોજેક્ટ છે.'
'દાયરા'ની સ્ટોરી મેઘના ગુલઝાર, યશ કેશવાની અને સીમા અગ્રવાલ દ્વારા સંયુક્ત રીતે લખવામાં આવી છે. આ ફિલ્મ હજુ શરૂઆતના તબક્કામાં છે, પરંતુ તેની સ્ટારકાસ્ટ અને મેઘનાના નામથી તે પહેલાથી જ ચર્ચામાં આવી ગઈ છે. કરીનાની સ્પષ્ટવક્તા સ્ટાઇલ અને પૃથ્વીરાજનો ગંભીર અભિનય આ ફિલ્મને ખાસ બનાવવાની ક્ષમતા ધરાવે છે. મેઘનાની ફિલ્મો હંમેશા હૃદયને સ્પર્શે છે અને ચાહકોને 'દાયરા' પાસેથી પણ આવી જ અપેક્ષાઓ છે.
મેઘના ગુલઝાર મુવીઝ (Meghna Gulzar Movies)
મેઘના ગુલઝારે અગાઉ ફિલ્મ સામ બહાદુર બનાવી હતી. આ ફિલ્મમાં વિક્કી કૌશલ મુખ્ય ભૂમિકામાં હતો. વિક્કીના અભિનયની સાથે દર્શકોને આ ફિલ્મ ખૂબ જ ગમી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ જાહેર થઈ હતી.
કરીના કપૂર મુવીઝ (Kareena Kapoor Movies)
કરીના કપૂરના વરકફ્રન્ટની વાત કરીયે તો છેલ્લે સિંઘમ રિટર્ન્સમાં સ્ક્રીન પર જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અજય દેવગન સહિત ઘણા મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા. જોકે, રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાણી કરી શકી નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us