Dadasaheb Phalke Award 2024 : શાહરૂખ ખાનને બેસ્ટ એક્ટર, બોબી દેઓલ બેસ્ટ વિલનના અભિનય માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત

Dadasaheb Phalke Award 2024 : નયનતારા (Nayantara) એ જવાનમાં પણ જોરદાર અભિનય કર્યો હતો, જેના કારણે તેને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે શાહરૂખ ખાન (Shah Rukh Khan) ને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

Dadasaheb Phalke Award 2024 : નયનતારા (Nayantara) એ જવાનમાં પણ જોરદાર અભિનય કર્યો હતો, જેના કારણે તેને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે શાહરૂખ ખાન (Shah Rukh Khan) ને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Dadasaheb Phalke Award 2024 winner list gujarati news

Dadasaheb Phalke Award 2024 winner list gujarati news : દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2024 વિજેતાઓની યાદી ગુજરાતી ન્યુઝ

Dadasaheb Phalke Award 2024 : દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (Dadasaheb Phalke International Film Festival) એ બોલિવૂડમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારંભો માંનો એક છે. બોલિવૂડ અને ટીવી જગતના સ્ટાર્સ આ એવોર્ડ સમારોહની આતુરતાથી રાહ જુએ છે, કારણ કે આ પુરસ્કારોના રૂપમાં વર્ષભરની મહેનતનું વળતર મળે છે. મંગળવારે મુંબઈમાં એવોર્ડ સમારોહ યોજાયો હતો. બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. શાહરૂખ ખાનને ફિલ્મ જવાન માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. શાહરૂખ ખાને જ્યુરીનો આભાર માન્યો હતો. બોબી દેઓલ (Bobby Deol) અને સંદીપ રેડ્ડી વાંગાને એનિમલ (Animal) માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisment
Dadasaheb Phalke Award 2024 winner list gujarati news
Dadasaheb Phalke Award 2024 winner list gujarati news : દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2024 વિજેતાઓની યાદી ગુજરાતી ન્યુઝ

આ પણ વાંચો: Article 370 : આર્ટિકલ 370 ફિલ્મનો નરેન્દ્ર મોદીએ કર્યો ઉલ્લેખ, યામી ગૌતમે પીએમ માન્યો આભાર

મંગળવારે મુંબઈમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ્સનું અનાવરણ કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં શાહરૂખ ખાન, રાની મુખર્જી, બોબી દેઓલ, શાહિદ કપૂર અને નયનતારા સહિત બોલિવૂડ અને ટોલીવુડ કલાકારોએ હાજરી આપી હતી. એવોર્ડ સમારોહમાં એનિમલ અને જવાનનો દબદબો રહ્યો હતો. તે સિવાય વિકી કૌશલને ફિલ્મ સામ બહાદુર માટે પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.

Advertisment
https://www.instagram.com/viralbhayani/reel/C3kthsPx66-/

દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2024 વિજેતાઓની લિસ્ટ

  • બેસ્ટ એક્ટર : શાહરૂખ ખાન (જવાન)
  • બેસ્ટ એક્ટ્રેસ : નયનથારા (જવાન)
  • બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલઃ બોબી દેઓલ (એનિમલ)
  • બેસ્ટ ડાયરેક્ટર - સંદીપ રેડ્ડી વાંગા (એનિમલ)
  • બેસ્ટ એક્ટર : (ક્રિટીક) - વિકી કૌશલ (સેમ બહાદુર)

આ પણ વાંચો: Anushka Sharma Baby: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે દીકરાનો જન્મ, અનુષ્કાએ કરી આવી પોસ્ટ શેર

OTT પર એવોર્ડ સમારંભ ક્યાં જોઈ શકો છો?

દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ્સ 2024 OTT પ્લેટફોર્મ ZEE5 પર જોવા મળશે.

શાહરૂખ માટે 2023 ખાસ વર્ષ રહ્યું

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન માટે 2023 ખૂબ જ સારું વર્ષ હતું. તેની ફિલ્મ 'પઠાણ', 'જવાન' અને 'ડંકી' રીલિઝ થઈ હતી. રાજકુમાર હિરાનીની ફિલ્મ ઉપરાંત, એટલાની 'જવાન' અને સિદ્ધાર્થ આનંદની 'પઠાણ'એ પણ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી. નયનતારા (Nayantara) એ જવાનમાં પણ જોરદાર અભિનય આપ્યો હતો, જેના કારણે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે શાહરૂખ ખાનને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ