scorecardresearch

ભારતીય સિનેમાના ‘જનક’ દાદા સાહેબ ફાળકેનો સંપૂર્ણ ઇતિહાસ, આટલા લોકોને એવોર્ડથી નવાજવામાં આવ્યા

Dadashaheb phalke: દાદા સાહેબ ફાળકેની (dada saheb phalke) યાદીમાં ભારત સરકાર દ્વારા ફિલ્મો-મનોરંજન ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનારાઓને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર (dada saheb phalke award) એનાયત કરી નવાજવામાં આવે છે.

દાદા સાહેબ ફાળકે
દાદા સાહેબ ફાળકેની પુણ્યતિથિ

ભારતીય સિનેમાના જનક દાદાસાહેબ ફાળકેની આજે 16 ફેબ્રુઆરીએ પુણ્યતિથિ છે, ત્યારે આખો દેશ તેમને નમન કરી રહ્યો છે. નિર્માતા, નિર્દેશક અને પટકથા લેખક દાદાસાહેબ ફાળકેએ 1913માં પહેલી ભારતીય ફૂલ લેન્થ ફિચર ફિલ્મ- રાજા હરિશ્ચંદ્રનું નિર્દેશન કર્યું હતું. દાદા સાહેબ ફાળકેનું સાચું નામ ધુંડીરાજ ગોવિંદ ફાળકે હતું. તેમનો જન્મ 30 એપ્રિલ 1870ના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેમના પિતા સંસ્કૃત વિદ્વાન હતા. 1890 માં J. J. School of Art માંથી ચિત્રકામ શીખ્યા પછી, દાદા સાહેબ ફાળકેએ બરોડાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલા ભવનમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાંથી તેમણે મૂર્તિકળા, ઈજનેરી, ચિત્રકળા અને ફોટોગ્રાફીનું શિક્ષણ મેળવ્યું.

રાજા હરિશ્ચંદ્રથી શરૂ થયેલી તેમની ફિલ્મી કારકિર્દી 19 વર્ષ સુધી ચાલી. રાજા હરિશ્ચંદ્રની સફળતા બાદ તેમની ફિલ્મી કારકિર્દીમાં 95 ફિલ્મો અને 26 ટૂંકી ફિલ્મો બનાવી હતી. દાદા સાહેબ ફાળકેની શ્રેષ્ઠ ફિલ્મોમાં મોહિની ભસ્માસુર (1913), સત્યવાન સાવિત્રી (1914), લંકા દહન (1917), શ્રી કૃષ્ણ જન્મ (1918) અને કાલિયા મર્દન (1919)નો સમાવેશ થાય છે. તેમની છેલ્લી મૂક ફિલ્મ ‘સેતુબંધન’ અને છેલ્લી ફિલ્મ ‘ગંગાવતરણ’ હતી.

ભારતીય સિનેમામાં દાદા સાહેબના અમુલ્ય અને ઐતિહાસિક યોગદાનને પગલે વર્ષ1969થી ભારત સરકારે તેમના સમ્માનમાં ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડની શરૂઆત કરી હતી. તે ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે.

આ પણ વાંચો: Today history 16 February : આજનો ઇતિહાસ 16 ફેબ્રુઆરી – ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ દાદા સાહેબ ફાળકેની પુણ્યતિથિ

આ એવોર્ડ મેળવનાર સૌપ્રથમ દેવિકા રાની ચૌધરી હતા. આ એવોર્ડમાં સ્વર્ણ કમળનું ચિહ્ન ધરાવતો મેડલ અને 10 લાખ રૃપિયા આપવામાં આવે છે. ભારતીય ફિલ્મ જગતના વિકાસમાં જેમનું અનન્ય પ્રદાન હોય એવા કલા જગતના સિતારાઓને આ એવોર્ડ આપવામાં આવે છે. અત્યાર સુધી 51 વ્યક્તિઓને આ એવોર્ડ અપાયો છે.

અત્યાર સુધીના વિજેતાઓનું સંપૂર્ણ લિસ્ટ અહીં વાંચો.

1969 દેવીકા રાણી
1970 બી.એન. સરકાર
1971 પૃથ્વીરાજ કપૂર
1972 પંકજ મલ્લિક
1973 સુલોચના
1974 બી.એન. રેડ્ડી
1975 ધિરેન ગાંગુલી
1976 કાનન દેવી
1977 નીતિન બોઝ
1978 આર.સી.બોરાલ
1979 સોહરાબ મોદી
1980 પી. જયરાજ
1981 નૌશાદ અલી
1982 એલ.વી.પ્રસાદ
1983 દુર્ગા ખોટે
1984 સત્યજીત રાય
1985 વી.શાંતારામ
1986 બી.નાગી રેડ્ડી
1987 રાજ કપૂર
1988 અશોક કુમાર
1989 લતા મંગેશકર
1990 એ. એ નાગેશ્વર રાવ
1991 બી.જી. પેંઢાકર
1992 ભુપેન હઝારીકા
1993 મઝરૂહ સુલતાન પુરી
1994 દિલીપ કુમાર
1995 ડો.રાજકુમાર
1996 શિવાજી ગણેશન
1997 કવિ પ્રદીપ
1998 બી.આર.ચોપરા
1999 હૃષિકેશ મુખર્જી
2000 આશા ભોંસલે
2001 યશ ચોપરા
2002 દેવ આનંદ
2003 મૃણાલ સેન
2004 અદૂર ગોપાલકૃષ્ણન
2005 શ્યામ બેનેગલ
2006 તપન સિંહા
2007 મન્ના ડે
2008 વી.કે.મુર્તી
2009 ડી. રામાનાયડુ
2010 કે.બાલાચંદર
2011 સૌમિત્ર ચેટર્જી
2012 પ્રાણ
2013 ગુલઝાર
2014 શશી કપૂર
2015 મનોજ કુમાર
2016 કે. વિશ્વનાથ
2017 વિનોદ ખન્ના
2018 અમિતાભ બચ્ચન
2019 રજનિકાંત
2022 આશા પારેખ

Web Title: Dadashaheb phalke death anniversary indian film industry grandfather know important award

Best of Express