DDLJ 30th Anniversary : ઓક્ટોબરમાં આદિત્ય ચોપરાની કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (ડીડીએલજે)ને 30 વર્ષ પૂરા થયા હતા. આ ફિલ્મ આજે પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં પરંતુ લંડનમાં પણ પસંદ કરવામાં આવી છે, આ જ કારણ છે કે ઇતિહાસમાં પહેલીવાર કોઈ ભારતીય ફિલ્મના મુખ્ય પાત્રોને એટલું સન્માન આપવામાં આવ્યું છે કે તેમની પ્રતિમા ત્યાં બનાવવામાં આવી છે.
લંડનના આઇકોનિક લેસ્ટર સ્ક્વેર પર રાજ સિમરનની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જ્યાં શાહરૂખ ખાન અને કાજોલ પણ હાજર હતા. તેની તસવીરો અને વીડિયો ઝડપથી વાયરલ થયા હતા, જેમાં બંને કલાકારો ફિલ્મની ખાસ સ્ટાઇલમાં પોતાની પ્રતિમા સામે ઉભા જોવા મળી રહ્યા છે.
કાજોલ સ્કાય બ્લુ કલરની સાડી અને જ્યારે શાહરૂખ ખાન ક્લાસિક બ્લેક સૂટમાં દેખાયા હતા. આ સુપરહિટ ફિલ્મની ઉપલબ્ધી વિશે વાત કરતા શાહરૂખ ખાનેકહ્યું હતું કે, ‘મોટા દેશોમાં, આવી નાની બાબતો થાય છે, સેનોરિટા! આજે લંડનના લિસેસ્ટર સ્ક્વેર ખાતે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (ડીડીએલજે)ના 30 વર્ષની ઉજવણી કરતા રાજ અને સિમરનની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરતા રોમાંચિત છું. અવિશ્વસનીય રીતે ખુશ છે કે ડીડીએલજે એ પ્રથમ ભારતીય ફિલ્મ છે જેને સીન્સ ઇન ધ સ્વ્કાયર ટ્રેલમાં એક પ્રતિમાથી સમ્માનિત કરવામાં આવી છે. આને શક્ય બનાવવા બદલ યુકેમાં દરેકનો મોટો આભાર. જો તમે લંડનમાં છો, તો રાજ અને સીમરનને મળો.
આ ફિલ્મની વૈશ્વિક સ્તરે પણ ખૂબ પ્રશંસા થઈ છે. તે “1001 મૂવીઝ યુ મસ્ટ સી બિફોર યુ ડાઇ” માં શામેલ માત્ર ત્રણ હિન્દી ફિલ્મોમાંની એક છે. બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની સર્વકાલીન શ્રેષ્ઠ ભારતીય ફિલ્મોની યાદીમાં તે બારમા ક્રમે છે. અને 2012 માં, તેને બીએફઆઈ સાઇટ એન્ડ સાઉન્ડની સર્વકાલીન 1,000 મહાન મૂવીઝની યાદીમાં શામેલ કરવામાં આવી હતી, જે ક્રિટિક્સ રશેલ ડ્વાયર અને સનમ હસન દ્વારા પસંદ કરવામાં આવી હતી.
દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ આદિત્ય ચોપરાના દિગ્દર્શનમાં બનેલી પહેલી ફિલ્મ હતી. તેમણે પોતાના પિતા યશ ચોપરાને રજૂ કરતા પહેલા ત્રણ વર્ષ સુધી તેના સ્ટોરી રાઇટિંગ પર કામ કર્યું હતું. તેમ છતાં તેના માતાપિતાએ તેમા કોઇ સંભાવના ન દેખાઇ, પરંતુ ઘણા સાથીદારો તેમના રોમાંસના યુનિક અંદાજને લઇ શંકાસ્પદ હતા. આદિત્ય પોતાના વિચારો પર અડગ રહ્યા, જેના પરિણામ સ્વરૂપ આ ફિલ્મ બોલિવૂડની શ્રેષ્ઠ રોમેન્ટિક ફિલ્મ બની હતી.





