/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/deepika-chikhalia-ranbir-kapoor-ramayana-.jpg)
Deepika Chikhalia On Ranbir Kapoor Ramayana Movies: રામાયણ સિરિયલના સીતા દીપિકા ચિખલિયા એ રણબીક કપૂરની રામાયણ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે. (Phot0 - Social Media)
Deepika Chikhalia On Ranbir Kapoor Ramayana Movies: રણબીર કપૂરની ફિલ્મ રામાયણ ને લઈ દરેક વ્યક્તિ ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ માટે રણબીરે માત્ર પોતાનો લૂક જ નથી બદલ્યો, પરંતુ લાઈફસ્ટાઈલમાં પણ ઘણા ફેરફાર કર્યા છે. ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યારે રામાનંદ સાગરની રામાયણ ની સીતા દીપિકા ચીખલિયા કહે છે કે આ ફિલ્મ ન બનાવવી જોઈએ.
રામાયણ વાંરવાર બનાવવી જોઇએ નહીં : દીપિકા ચિખલિયા
દીપિકા ચિખલિયાએ કહ્યું છે કે, તેઓ એ તમામ લોકો નારાજ છે જેઓ રામાયણ બનાવી રહ્યા છે, તેમના મતે એવું કરવું જોઇએ નહીં. રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર કલાકાર કહે છે કે, લોકો તેનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે, મને નથી લાગતું કે લોકોએ વારંવાર રામાયણ બનાવવી જોઈએ. મને નથી લાગતું કે લોકોએ રામાયણ વારંવાર બનાવવી જોઈએ.
દીપિકા ચીખલિયા કહે છે, જ્યારે પણ રામાયણ પર કંઇક ને કંઇક બને છે, ત્યારે એક નવી વાર્તા, એક નવો એંગલ આવે છે. તેમણે ફરી એકવાર આદિપુરુષ નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેમાં કૃતિ સનન માટે ગુલાબી સાટિન સાડી પસંદ કરાઇ. સૈફ અલી ખાનને રાવણ બનાવ્યો અને અલગ લુક આપ્યો હતો. તેમનું કહેવું છે કે આમ કરવાથી રામાયણ ની અસર બગડવામાં આવી રહી છે.
ધાર્મિક ગ્રંથો સાથે છેડછાડ
દીપિકા ચિખલિયાએ કહ્યું હતું કે ધાર્મિક ગ્રંથો સાથે કોઇએ છેડછાડ કરવી જોઇએ નહીં. મને લાગે છે કે, આવું કરવું જોઇએ નહીં અને તેને છોડી દેવું જોઈએ. હવે બસ, આ ન કરો, રામાયણ સિવાય પણ અનેક કથાઓ છે, જે કરી શકાય છે. ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, તેમના વિશે વાત કરો. એવી ઘણી બધી બાબતો છે જેના વિશે વાત કરી શકાય છે. ઇતિહાસમાં, આવા અસંખ્ય નાયકો કે જેમણે સ્વતંત્રતા માટે બહાદુરી દેખાડી હતી, ફક્ત રામાયણ જ કેમ?"
આ પણ વાંચો | બિગ બોસ ઓટોટી 3 માટે અનિલ કપૂરને સલમાન ખાન કરતા 6 ગણી ઓછી ફી મળશે, રકમ જાણી ચોંકી જશો
આદિપુરુષ વિશે કહી હતી આ વાત
તમને જણાવી દઈએ કે ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ વિશે દીપિકા ચિખલિયા એ પણ કહ્યું હતું કે, "શું તમારી પાસે કન્ટેન્ટનો અભાવ છે? તો શા માટે તમે તેના પર નિર્માણ કરી રહ્યા છો? શા માટે દરેક વ્યક્તિ વારંવાર આને અનુસરે છે? તમે આ ખોટું કરી રહ્યા છો. આ એક વારસો છે જેને તમે નુકસાન પહોંચાડી રહ્યા છો. જો 8-10 વર્ષનું બાળક આ જોશે તો તેને લાગશે કે આ રામાયણ છે. તેથી આવી વસ્તુઓ ન બનાવો.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us