બોલિવૂડનું મોસ્ટ લવેબલ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આ દિવસોમાં લાઇમલાઇટથી દુર છે. ત્યારે કપલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રણવીર-દીપિકા તેમના નવા ઘરની મુલાકાતે પહોંચ્યાં છે. સાથે જ રણવીર સિંહ નવા લૂકમાં જોવા મળી રહ્યો છે. જેને પગલે ફેન્સને તેને ઓળખવામાં મુશકેલી પડી રહી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં રણવીર-દીપિકા તેના માતા-પિતા સાથે એક કન્સ્ટ્રક્શન સાઈટ પર જોવા મળી રહ્યા છે.આ દરમિયાન દીપિકા ઓલ-બ્લેક કેઝ્યુઅલ લોઅર અને ટોપમાં જોવા મળી રહી છે. જ્યારે ચાહકોને રણવીરને ઓળખવું મુશ્કેલ લાગ્યું કારણ કે તે બ્લેક માસ્ક અને ટૂંકા વાળમાં જોવા મળ્યો હતો.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના આ વાયરલ વીડિયો પર હવે ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ચાહકે લખ્યું, “મને તેને લાંબા વાળ સાથે જોવાની આદત પડી ગઇ છે. અન્ય એક પ્રશંસકે લખ્યું, “રણવીર શોર્ટ હેરકટમાં સારો લાગી રહ્યો છે. તે યુવાન દેખાય છે.
બોલિવૂડ કપલ દીપિકા અને રણવીરનું ક્વાડ્રુપ્લેક્સ બની રહ્યું છે. અગાઉ, પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો કે દીપિકા-રણવીરે બેન્ડસ્ટેન્ડ બિલ્ડિંગ સાગર રેશમમાં 4 ઇમારતવાળો ફેલાયેલા એપાર્ટમેન્ટ્સ ખરીદ્યો છે. તેની કિંમત 119 કરોડ રૂપિયા હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે રણવીર અને દીપિકા લગભગ ત્રણ વર્ષથી મુંબઈના જુહુ અને બાંદ્રામાં ઘર શોધી રહ્યા હતા. આખરે તેણે સાગર રેશમને પસંદ કર્યો. આ કપલે અલીબાગમાં એક ઘર પણ ખરીદ્યું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ તેના બિઝનેસ વેન્ચર, એક ટ્રેન્ડી સેલ્ફ કેર બ્રાન્ડમાં વ્યસ્ત છે. રણવીર પાસે કરણ જોહર દ્વારા નિર્દેશિત ‘રોકી અને રાનીની લવ સ્ટોરી’ અને રોહિત શેટ્ટીની સર્કસ પાઇપલાઇનમાં છે.