બોલિવૂડનું સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લોકપ્રિય કપલમાંથી એક છે. પ્રશંસકો આ કપલ પર પોતાની જાન પણ ન્યોછાવર કરે છે. દીપિકા પાદુકણ અને રણવીર સિંહે વર્ષ 2018માં શાનદાર લગ્ન કર્યા હતા. ત્યારે દીપિકા પાદુકોણે ટાઇમ પત્રિકા સાથે ખાસ વાત ચીત કરી હતી. જેમાં તેણે પોતાના લગ્ન તેમજ તેની કારકિર્દીમાં રાજકીય અને સોશિયલ મીડિયા પર આવતી પ્રિતિક્રિયા અંગે ખુલાસો કર્યો છે. આ દરમિયાન રણવીર સિંહ દીપિકા પાદુકોણને સરપ્રાઇઝ આપવા પહોંચ્યો હતો. રણવીરના સરપ્રાઇઝથી દીપિકા પાદુકોણ ખુબ જ ખુશ નજર આવી. હાલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તેજ ગતિએ વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં દીપિકાને પૂછવામાં આવે છે કે, તેમના લગ્ન કેટલા વર્ષ થયા છે? આ સવાલનો જવાબ આપતા તેણીએ કહ્યું કે, તેઓના લગ્નને લગભગ પાંચ વર્ષ પૂર્ણ થયા છે. આ પછી દીપિકાએ અને રણવીરે હાથ પકડ્યો અને દીપિકાએ શરમાઈને પૂછ્યું, “આપણે શું કરી રહ્યા છીએ?” તે હસ્યો અને રણવીરે જવાબ આપ્યો, “હું હાય કહેવા આવ્યો છું.” ત્યારબાદ બંનેએ એક હગ અને ચુંબન કર્યું અને રણવીર ત્યાંથી નીકળી ગયો.
આ ઇન્ટરવ્યુમાં દીપિકા પાદુકોણે જણાવ્યું હતું કે, મને સમય પસાર કરવો ગમે છે. મેં મારા શ્રેષ્ઠ મિત્ર સાથે લગ્ન કર્યા છે. મને લાગે છે કે અમે એકબીજા સાથે ખૂબ નાસમજ છીએ. હું મારી જાતને સંપૂર્ણપણે અનુભવી શકું છું, મારી સૌથી કમજોર, મારી સૌથી અનાડી, હા, અમે લગભગ 10 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ, તેથી….આ મારી ખુશીની જગ્યા છે.’
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો ઇન્ટવ્યુમાં રોમાન્સ કરતો વીડિયો જોઇને તેમના પ્રેશસંકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝર્સે લખ્યું કે, હું તેને ખુશ જોઇને ખુબ જ ખુશ છું. જ્યારે અન્ય એક ચાહકે લખ્યું, તેની સ્માઇલ 😭🤍. દીપિકા પાદુકોણે ઇન્ટર્વ્યૂમાં વધુમાં જણાવ્યું હતું કે, એક સફળ સંબંધ માટે ધૈર્ય આવશ્યક છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને લઇને એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે આ કપલના સંબંધને લઇને કોઇ તણાવ ચાલી રહ્યો છે. જો કે આ વાતને બંનેએ નકારી દીધી છે. હાલમાં જ આ કપલ એક સાથે વેકેશન માટે ભુટાન પહોંચ્યા હતા. તેમના વેકેશન વિશે તાજેતરના ઈન્ટરવ્યુ દરમિયાન, દીપિકાએ જણાવ્યું કે આ દિવસોમાં તે અને રણવીર તે કરે છે જે તેમને સૌથી વધુ આનંદ આપે છે, જેમાં લાંબી ચાલ, બાજુના હોર્ન અને ખોરાકનો સમાવેશ થાય છે. દીપિકાનું માનવું છે કે જ્યારે તે રણવીર સાથે હોય છે ત્યારે તે ખૂબ જ સુરક્ષિત અનુભવે છે.