/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/deepika-padukone-With-ranveer-sing.jpg)
Deepika Padukone Baby Born: દીપિકા પાદુકોણ માતા બની, પતિ રણવીર સિંહ સાથે બાળકીનું સ્વાગત કર્યું
Deepika Padukone Baby Born: દીપિકા પાદુકોણ બેબી ગર્લઃ દીપિકા પાદુકોણ માતા બની છે. દીપિકા પદુકોણએ આજે એક બાળકીને જન્મ આપ્યો છે. દીપિકા અને રણવીર સિંહ માતા-પિતા બની ગયા છે, તેમના ઘરે લક્ષ્મી આવી છે. તમને જણાવી દઇયે કે, આગલા દિવસે જ અભિનેત્રીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
દીપિકા પાદુકોણ માતા બની
આગલા દિવસે સોશિયલ મીડિયા પર પતિ રણવીર સિંહ અને તેના પરિવાર સાથે એચએન હોસ્પિટલમાં જવાનો એક વીડિયો વાયરલ થયો હતો. હવે પાપારાઝી વરિન્દર ચાવલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે અને માહિતી આપી છે કે અભિનેત્રી એ પુત્રીનું સ્વાગત કર્યું છે. દીપિકાના ઘરે એક બાળકીનો જન્મ થયો છે તેવા સમાચાર સાંભળીને તેના ચાહકો ખૂબ ખુશ થઇ ગયા છે અને સોશિયલ મીડિયા પર તેને અભિનંદન આપી રહ્યા છે.
ડિલિવરી પહેલા દીપિકા પદુકોણે બાપ્પાના આશીર્વાદ લીધા હતા
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ગણેશ ચતુર્થીના બીજા દિવસે બાળકીને જન્મ આપ્યો હતો. ડિલિવરી પહેલા બંને સિદ્ધિવિનાયક મંદિર દર્શન કરવા પણ ગયા હતા અને બાપ્પાના આશીર્વાદ લીધા હતા, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.
ફેબ્રુઆરીમાં આપવામાં આવી હતી પ્રેગનન્સીની માહિતી
અભિનેત્રીએ આ માહિતી આ વર્ષે ફેબ્રુઆરીમાં તેના ચાહકો સાથે શેર કરી હતી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતી વખતે તેણે જણાવ્યું હતું કે તેમનું બાળક સપ્ટેમ્બરમાં આવવાનું છે.
બેબી બમ્પને કારણે પણ ચર્ચામાં રહી હતી આ અભિનેત્રી
આ સમાચાર શેર કર્યા બાદથી જ અભિનેત્રી પોતાની પ્રેગનન્સીને લઈને ચર્ચામાં રહે છે. ઘણા લોકોએ તેના બેબી બમ્પ પર સવાલ પણ ઉઠાવ્યા હતા, પરંતુ દીપિકાએ સોશિયલ મીડિયા પર પ્રેગનન્સી શૂટના ફોટોઝ શેર કરીને બધાનું મોઢું બંધ કરી દીધું હતું.
દીપિકા પાદુકોણ વર્કફ્રન્ટ
તમને જણાવી દઈએ કે અભિનેત્રી હાલમાં જ નાગ અશ્વિનની ફિલ્મ કલ્કિ 2898 એડી માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે પ્રભાસ, અમિતાભ બચ્ચન, કમલ હાસન પણ જોવા મળ્યા હતા. હવે દીપિકા ટૂંક સમયમાં રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ સિંઘમ અગેન માં લેડી કોપની ભૂમિકા નિભાવતી જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ, અજય દેવગણ, કરીના કપૂર ખાન, અર્જુન કપૂર અને જેકી શ્રોફ પણ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us