Deepika Padukone Birthday: દીપિકા પદુકોણ આજે 39મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પદુકોણનો જન્મ 5 જાન્યુઆરી, 1986ના રોજ ડેન્માર્કમાં થયો હતો. ઘણી બધી બ્લોક બસ્ટર ફિલ્મ આપનાર દીપિક પદુકોણે બોલીવુડ એક્ટર રણવીર સિંહ સાથે લગ્ન કર્યા છે અને એક પુત્રીની માતા પણ છે. દીપિકા પદુકોણની ગણતરી બોલીવુડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાં થાય છે. એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ લેનાર દીપિકા પદુકણો કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે.
Deepika Padukone Birthday : દીપિકા પદુકોણ જન્મ દિવસ
દીપિકા પદુકોણ આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમનો જન્મ 5 જાન્યુઆરી, 1986ના રોજ ડેનમાર્કમાં થયો હતો. તેણે વર્ષ 2007માં બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. 16 વર્ષના ફિલ્મ કરિયરમાં અભિનેત્રીએ 39 ફિલ્મ કરી છે અને ઘણા એવોર્ડ પણ જીત્યા છે. પોતાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોનાર દીપિકા પદુકોણે ક્યારેય હાર માની નથી અને બેસ્ટ ફિલ્મોનો ભાગ રહી છે.
Deepika Padukone Net Worth : દીપિકા પદુકોણ પાસે કરોડોની સંપત્તિ
દીપિકા પદુકોણ બ્યુટી ક્વિન હોવાની સાથે સાથે કરોડોની સંપત્તિની માલિક છે. ઇટી નાઉના એક રિપોર્ટમ મુજબ દીપિકા પદુકોણ પાસે લગભગ 500 કરોડ રૂપિયાની સંપત્તિ છે. અભિનેત્રી એક ફિલ્મ માટે 30 કરોડ રૂપિયા જેટલી તગડી ફી વસૂલે છે. દીપિકા પદુકોણ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે પણ જંગી ચાર્જ વસૂલે છે, જેમા પ્રતિ ડિલ 8 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. દીપિકા પદુકોણની પોતાની એક મેકઅપ બ્રાન્ડ છે, જેનું નામ 82°E છે.
Deepika Padukone Movies : દીપિકા પદુકોણ સુપરહિટ ફિલ્મ
દીપિકા પદુકોણની પ્રથમ ફિલ્મ ઓમ શાંતિ ઓમ હતી, જે વર્ષ 2007માં રિલિઝ થઇ હતી. દીપિકાની કમાણીનો મુખ્ય સ્ત્રોત ફિલ્મો છે. દીપિકા પદુકોણની લવ આજ કલ, કોકલેટ, યે જવાની હૈ દીવાની, ચેન્નઇ એક્સપ્રેસ, હેપ્પી ન્યુયર, બાજીરાવ મસ્તાની, પદ્માવત, કલ્કિ 2898 એડી, પઠાણ જેવી ફિલ્મો બ્લોકસ્ટર રહી છે.
Deepika Padukone Car Collection : દીપિકા પદુકોણ કાર કલેક્શન
દીપિકા પદુકોણ પાસે ઘણી લક્ઝુરિયસ કાર છે. દીપિકા પાસે 1.67 કરોડ રૂપિયાની મર્સિડીઝ મેબેક એસ500 છે, બે ઓડી મોડલ (એ9 અને ક્યુ7) છે, જેની કિંમત અનુક્રમે 1.57 કરોડ અને 93.35 લાખ રૂપિયા છે. ઉપરાંત અભિનેત્રી પાસે BMW 5 સીરિઝ છે, જેની કિંમત 64 લાખ રૂપિયા છે.





