Deepika Padukone Networth : દીપિકા પાદુકોણના બર્થડે પર જાણો લકઝરી લાઇફસ્ટાઇલથી લઇને નેટવર્થ, ચકિત થઇ જશો

Deepika Padukone Networth : દીપિકા પાદુકોણનો જન્મદિવસ આવતીકાલે એટલે કે 5 જાન્યુઆરીએ છે. દીપિકા પાદુકોણના જન્મદિવસના ખાસ અવસર પર અમે તમને તેની નેટવર્થ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણની નેટવર્થ સાંભળીને તમે દંગ રહી જશો.

Deepika Padukone Networth : દીપિકા પાદુકોણનો જન્મદિવસ આવતીકાલે એટલે કે 5 જાન્યુઆરીએ છે. દીપિકા પાદુકોણના જન્મદિવસના ખાસ અવસર પર અમે તમને તેની નેટવર્થ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણની નેટવર્થ સાંભળીને તમે દંગ રહી જશો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Deepika Padukone | Deepika Padukone Birthday | Deepika Padukone Baby Planning | Ranveer Singh

Deepika Padukone : દીપિકા પાદુકોણ ફાઇલ તસવીર

Deepika Padukone Birthday : ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે, જેણે ન માત્ર હિન્દી સિનેમા જ પરંતુ હોલીવુડમાં પણ પોતાનું નામ રોશન કર્યુ છે. દીપિકા પાદુકોણનો જન્મદિવસ આવતીકાલે એટલે કે 5 જાન્યુઆરીએ છે. દીપિકા પાદુકોણના જન્મદિવસના ખાસ અવસર પર અમે તમને તેની નેટવર્થ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણની નેટવર્થ સાંભળીને તમે દંગ રહી જશો.

Advertisment

ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર દીપિકા પાદુકોણની કુલ સંપત્તિ લગભગ 497 કરોડ રૂપિયા છે. દીપિકાની મોટાભાગની કમાણી તેની ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી આવે છે. જ્યારે તેના પતિ અને અભિનેતા રણવીર સિંઘની સંપતિ 271 કરોડ રૂપિયા છે. દીપિકા પાદુકોણે રિયલ એસ્ટેટમાં 220 કરોડ રૂપિયાનુ રોકાણ કર્યું છે.

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે દીપિકા દરેક ફિલ્મ માટે 10થી 12 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે પણ મોટી રકમ વસૂલે છે. દીપિકાની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સની યાદીમાં હુન્ડાઇ, કેલોગ્સ, બ્રિટાનિયા, નેસ્કાફે, એડિડાસ, લેવિઝ જેવી ઘણી જાણીતી બ્રાન્ડનો સમાવેશ થાય છે.

Advertisment

દીપિકા પાદુકોણ પાસે મુંબઈમાં બે ફ્લેટ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તેણે 2010માં લગ્ન પહેલા એક ફ્લેટ લીધો હતો અને એક ફ્લેટ તેણે રણવીર સિંહ સાથે લીધો હતો. દીપિકાને વાહનોનો પણ ઘણો શોખ છે. તેની પાસે ઓડી, મર્સિડીઝ અને રેન્જ રોવર જેવી લગ્ઝરી કાર છે. આ સિવાય દીપિકાએ બ્લુ સ્માર્ટ અને ડ્રમ્સ ફૂડ જેવા ઘણા સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું છે.

દીપિકા પાદુકોણ હવે અભિનેત્રી હોવાની સાથે-સાથે બિઝનેસ વુમન પણ છે. અભિનેત્રીએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં તેના 15 વર્ષ પૂર્ણ કર્યા છે. દીપિકાએ 15 વર્ષની સફરમાં દરેકના મન પર પોતાની સુંદર છાપ છોડી છે. તેણે એક કરતાં વધુ ફિલ્મો દ્વારા તેના અભિનયની ક્ષમતા સાબિત કરી છે. આજે ઈન્ડસ્ટ્રીમાં દરેક સ્ટાર અને ફિલ્મમેકર તેમની સાથે કામ કરવા ઈચ્છે છે.

આ પણ વાંચો : TMKOC : જૂની સોનુ જલ્દી જ કરશે લગ્ન! ઝીલ મહેતાને બોયફ્રેન્ડ આદિત્યએ રોમૅંટિક અંદાજમાં કર્યું પ્રપોઝ, જુઓ વીડિયો

15 વર્ષ પૂરા થવાની ખુશીમાં દીપિકા પાદુકોણે પોતાની બ્રાન્ડ લોન્ચ કરી હતી. તે સેલ્ફ કેર બ્રાન્ડ છે. જેનું નામ 82 ઈસ્ટ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તેની બ્રાન્ડની જાહેરાત કરી હતી. તેણે પોસ્ટ શેર કરીને આ બ્રાન્ડની સફર વિશે પણ જણાવ્યું હતુ.

સેલિબ્રિટી બર્થ ડે ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ