Deepika Padukone | દીપિકા પાદુકોણ (Deepika Padukon) બોલીવુડની બેસ્ટ એકટ્રેસમાંથી એક છે. અને હવે એવું પણ કહેવું ખોટું નથી કે તે બેસ્ટ મમ્મી પણ છે ! દીપિકાએ તેની પ્રિય પુત્રી દુઆ સિંહ પાદુકોણ એક વર્ષની થઈ તે અંગેની અપડેટ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. દીપિકાએ તેની પુત્રી દુઆના પહેલા બર્થ ડે નિમિત્તે ચોકલેટ કેક બનાવ્યો હતો.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ગયા વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ તેમની પુત્રી દુઆનું સ્વાગત કર્યું હતું, અને તેની પુત્રીના બર્થ ડે નિમિતે દીપિકા ચોકલેટ કેક બનાવીને સેલિબ્રેશન કર્યું છે, અહીં જુઓ
દીપિકા પાદુકોણ પુત્રી દુઆના બર્થ ડે પર બનાવી ચોકલેટ કેક
દીપિકા પાદુકોણે તેની દીકરીના પહેલા જન્મદિવસ પર બનાવેલા કેકનો ફોટો શેર કર્યો છે . પ્રેમાળ માતાએ તેની દીકરીના ખાસ દિવસને ચિહ્નિત કરીને તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો પોસ્ટ કર્યો છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે હજુ સુધી તેમની દીકરી દુઆનો ચહેરો જાહેર કર્યો નથી.
દીપિકાએ શેર કરેલી પોસ્ટમાં ટેબલ પર એક સ્વાદિષ્ટ ચોકલેટ કેક મૂકવામાં આવી છે અને તેની વચ્ચે ગોલ્ડન કલરની મીણબત્તી મૂકવામાં આવી છે. બેકગ્રાઉન્ડમાં આપણે સુંદર ફૂલોની સજાવટ પણ જોઈ શકીએ છીએ. દીપિકા પાદુકોણે તેની પોસ્ટને કેપ્શન આપ્યું, “મારી લવ લેન્ગવેજ ? મારી પુત્રીના પહેલા જન્મદિવસ માટે કેક બનાવો એ છે.!”
દીપિકા પાદુકોણ પુત્રી દુઆ
ગયા વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ દીપિકા અને તેના પતિ રણવીર સિંહે તેમના પહેલા જન્મેલા બાળકીનું સ્વાગત કર્યું હતું. તેમણે 8 સપ્ટેમ્બર, 2024 ના રોજ ઇન્સ્ટાગ્રામ પર સત્તાવાર રીતે બાળકીના આગમનની જાહેરાત કરી હતી. દીપિકા અને રણવીરે પ્રેગ્નેન્સીની જાહેરાત ફેબ્રુઆરી 2024 માં કરી હતી.
Deepika Padukone | દીપિકા પાદુકોણ પરફેક્ટ પેરિસિયન વાઇબ્સ, ફોટા કર્યા શેર, રણવીર સિંહએ શું કહ્યું?
1 નવેમ્બર,2024 ના રોજ, આ દંપતીએ ખુલાસો કર્યો કે તેમની પુત્રીનું નામ દુઆ રાખવામાં આવ્યું છે અને તેમણે એ પણ શેર કર્યું કે “દુઆ” શબ્દનો અર્થ “પ્રાર્થના” થાય છે અને કહ્યું કે તેમની પુત્રી “આપણી પ્રાર્થનાનો જવાબ” છે.
ગયા ડિસેમ્બરમાં, રણવીર અને દીપિકા દંપતીએ પાપારાઝીને તેમની પુત્રીનો ઔપચારિક પરિચય કરાવવા આમંત્રણ આપ્યું હતું. મહિનાઓથી પાપારાઝી દંપતીને દુઆ રજૂ કરવા વિનંતી કરી રહ્યા હતા, અને આખરે બંનેએ તેમને તેમના ઘરે આતિથ્ય આપ્યું હતું. જોકે, દંપતી તેનો ફોટો પડાવવા માટે ના કહ્યું હતું કારણ કે તેઓ યોગ્ય સમયે તેના ફોટા પોતે જાહેર કરવા માંગે છે.