Deepika Padukone : બોલીવુડ બેસ્ટ કપલ દીપિકા પાદુકોણ રણવીર સિંહ એરપોર્ટ પર ઓલ બ્લેક મેચિંગ આઉટફિટ્સમાં જોવા મળ્યા, જુઓ વિડીયો

Deepika Padukone : દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો છેલ્લે હૃતિક રોશન , અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર અને સંજીદા શેખ, અન્ય સાથે ફાઇટરમાં જોવા મળી હતી. ફિલ્મને ચાહકો અને વિવેચકો બંને તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.

Deepika Padukone : દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો છેલ્લે હૃતિક રોશન , અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર અને સંજીદા શેખ, અન્ય સાથે ફાઇટરમાં જોવા મળી હતી. ફિલ્મને ચાહકો અને વિવેચકો બંને તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Deepika Padukone Ranveer Singh

Deepika Padukone : બોલીવુડ બેસ્ટ કપલ દીપિકા પાદુકોણ રણવીર સિંહ એરપોર્ટ પર ઓલ બ્લેક મેચિંગ આઉટફિટ્સમાં જોવા મળ્યા, જુઓ વિડીયો

Deepika Padukone : દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને તેનો પતિ રણવીર સિંહ (Ranveer Singh) બોલિવૂડના સૌથી પ્રશંસનીય કપલમાંથી એક છે. દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્સીના દિવસો માણી રહી છે, કપલ ટૂંક સમયમાં પેરેન્ટ્સ બનશે. આ કપલ બંને એકબીજા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાની તક ક્યારેય છોડતા નથી. ગુરુવારે 20 જૂન, 2024 ના રોજ વહેલી સવારે, તેઓ એરપોર્ટ પર મેચિંગ કપડાંમાં જોવા મળ્યા હતા.

Advertisment
Actress Deepika Padukone
Deepika Padukone : બોલીવુડ બેસ્ટ કપલ દીપિકા પાદુકોણ રણવીર સિંહ એરપોર્ટ પર ઓલ બ્લેક મેચિંગ આઉટફિટ્સમાં જોવા મળ્યા, જુઓ વિડીયો

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ

દીપિકા અને રણવીર 20 જૂન, 2024ના રોજ વહેલી સવારે લંડન જવા રવાના થયા હતા અને એરપોર્ટ પર જોવા મળ્યા હતા. વીડિયોમાં, રણવીર દીપિકા માટે કારનો દરવાજો ખોલતો, તેને સુરક્ષિત રીતે બહાર નીકળવામાં મદદ કરતો અને પછી ચેક-ઇન ગેટ તરફ જતાં તેનો હાથ પકડીને જતા જોઈ શકાય છે.

આ પણ વાંચો: Priyanka Chopra Injured: પ્રિયંકા ચોપરાનો જીવ બચ્યો, ગળાના ભાગે તલવાર વાગી, ચાહકો ચિંતિત

Advertisment

દીપિકા અને રણવીર બંનેએ મેચિંગ આઉટફિટ્સમાં

અભિનેત્રીએ દીપિકા બ્લેક શર્ટ, કૂલ શેડ્સ અને સફેદ સ્નીકર્સ સાથે બ્લેક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. આ દરમિયાન, જયારે રણવીરએ બ્લેક ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળ્યો હતો.

દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો છેલ્લે હૃતિક રોશન , અનિલ કપૂર, કરણ સિંહ ગ્રોવર અને સંજીદા શેખ, અન્ય સાથે ફાઇટરમાં જોવા મળી હતી . ફિલ્મને ચાહકો અને વિવેચકો બંને તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. હવે દિપીકા પ્રભાસ, અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દિશા પટાની સાથે કલ્કી 2898 એડીમાં દેખાશે . આ ફિલ્મ પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.

તેની લાઇનઅપમાં રોહિત શેટ્ટીની સિંઘમ અગેઇન પણ છે,જેમાં અજય દેવગણ, રણવીર સિંહ, અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, ટાઇગર શ્રોફ અને અર્જુન કપૂરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Shraddha Kapoor Relationship: શ્રદ્ધા કપૂર રાહુલ મોદી સાથે રિલેશનશીપમાં, રોહન શ્રેષ્ઠ સાથે કર્યું બ્રેક અપ

જયારે રણવીર સિંહ છેલ્લે કરણ જોહરની રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યો હતો. હવે તે ફરહાન અખ્તરની ડોન 3 માટે તૈયારી કરી રહ્યો છે, જે હાલમાં પ્રોડકશનમાં છે. ચાહકો આ ફિલ્મ વિશે અપડેટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જ્યાં કિયારા અડવાણી રણવીર સિંહની સામે મહિલા મુખ્ય ભૂમિકા ભજવશે.

કલ્કી 2898 એડી પ્રી-રિલિઝ ઈવેન્ટમાં દીપિકા પાદુકોણ

તાજતેરમાં મુંબઈમાં કલ્કી 2898 એડી (Kalki 2898 AD) ની પ્રી-રિલિઝ ઈવેન્ટમાં ભવ્ય એન્ટ્રી કરતી વખતે દીપિકા પાદુકોણ અદભૂત દેખાતી હતી.ઇવેન્ટની વાયરલ ક્લિપમાં મુખ્ય એક્ટર પ્રભાસ અને પીઢ સ્ટાર અમિતાભ બચ્ચન સ્ટેજ પરથી દીપિકાને મદદ કરવા દોડી આવ્યા હતા.

,

કલ્કિ 2898 એડી વર્ષ 2898 એડીમાં બનેલી પોસ્ટ-એપોકેલિપ્ટિક ફિલ્મ છે. કલાકારોમાં કમલ હાસન અને દિશા પટણી પણ મહત્વની ભૂમિકામાં છે. 600 કરોડના અંદાજિત બજેટ સાથે, કલ્કી 2898 એડી ભારતની સૌથી મહત્વાકાંક્ષી અને ખર્ચાળ પ્રોડક્શન્સમાંની એક બની શકે છે. આ ફિલ્મ 27 જૂને થિયેટરમાં રિલીઝ થશે.

celebrities દીપિકા પાદુકોણ મનોરંજન ન્યૂઝ