Deepika Padukone : દીપિકા પાદુકોણ રણવીર સિંહના પરિવાર સાથે બાંદ્રામાં જોવા મળી, બ્લેઝર સાથે બ્લેક બોડીકોન ડ્રેસમાં મેટરનિટી લુક, જુઓ વિડીયો

Deepika Padukone : દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તાજતેરમાં કલ્કિ 2898 AD માં અમિતાભ બચ્ચન,પ્રભાસ અને કમલ હસન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ 27 એ થિયેટરમાં રિલીઝ થઇ હતી. આવતી કાલે 22 ઓગસ્ટ 2024 ના OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે.

Deepika Padukone : દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તાજતેરમાં કલ્કિ 2898 AD માં અમિતાભ બચ્ચન,પ્રભાસ અને કમલ હસન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ 27 એ થિયેટરમાં રિલીઝ થઇ હતી. આવતી કાલે 22 ઓગસ્ટ 2024 ના OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Deepika Padukone maternity Look

Deepika Padukone : દીપિકા પાદુકોણ રણવીર સિંહના પરિવાર સાથે બાંદ્રામાં જોવા મળી, બ્લેઝર સાથે બ્લેક બોડીકોન ડ્રેસમાં મેટરનિટી અદભુત લુક અદભુત, જુઓ વિડીયો

Deepika Padukone : બોલીવુડની જાણીતી એકટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) તાજતેરમાં પ્રેગ્નેન્સી ફેઝમાંથી પસાર થઇ રહી છે. તેની એકટિંગ દ્વારા લોકોના દિલમાં રાજ કરતી એકટ્રેસ ફેશનમાં પણ પાછળ નથી એ તાજતેરના અભિનેત્રીના મેટરનિટી લુકએ પ્રુવ કર્યું છે. દીપિકા સ્ટાઇલિશ લોન્ગ બ્લેક ડ્રેસ અને ફોર્મલ બ્લેઝરમાં રણવીર સિંઘના પરિવાર અને બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન સાથે ડિનર કરવા માટે બાંદ્રામાં નીકળી અને સ્પોટ કરવામાં આવી હતી. અને પ્રેગ્નેન્સી ફ્રેન્ડલી લુક ચર્ચામાં આવી ગયો છે.

Advertisment

દીપિકા પાદુકોણે તેના બ્લેક-એન્ડ-વ્હાઇટ લુકમાં બહાર નીકળતાં જ કેમેરામાં કેદ કરવામાં આવી છે. એકટ્રેસ બોડીકોન સિલુએટમાં તેના કર્વ્ઝને અને બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી છે. આ ઉપરાંત, સ્ટાઇલિશ આઉટફિટમાં રાઉન્ડ નેકલાઇન હતી અને ડ્રેસનો ડાર્ક કલર પણ એકટ્રેસનો ગ્લો વધારે છે. આ સ્ટાઇલિશ પિકને મેચિંગ ફુલ-સ્લીવ્ડ બ્લેઝર સાથે પણ લેયર કરવામાં આવ્યું હતું, જે ફોર્મલ છતાં કમ્ફર્ટેબલ લુક બનાવે છે. ફોર્મલ ઓવરસાઈઝ સિલુએટ લાંબા ડ્રેસની ફીટ કરેલી સ્ટાઇલથી અલગ છે.

https://www.instagram.com/p/C-5ubCbMcGo/

આ પણ વાંચો: Bhumika Chawla Birthday : ભૂમિકા ચાવલા બર્થ ડે । તેરે નામ ફિલ્મથી હિન્દી સિનેમામાં બનાવી ઓળખ, યોગા ટ્રેનર સાથે કર્યા લગ્ન, એકટ્રેસ હવે શું કરે છે?

તેનો કમ્ફર્ટ લુક સ્ટાઇલની સાથે મેટરનિટી આઉટફિટ વધુ અદભુત લાગે છે. એકટ્રેસએ કમ્ફી અને વૉકિંગ સપોર્ટ સુનિશ્ચિત કરવા માટે વાઈટ ટ્રેનર્સ સાથે તેનો લૂક કંપ્લીટ કર્યો હતો. દીપિકાએ તેની એક્સેસરીઝ મિનિમલ રાખી હતી તેણે સ્ટાઇલિશ કાંડા ઘડિયાળ સાથે તેની આંગળીમાં મેચિંગ રિંગ્સ સાથે હૂપ ઇયરિંગ્સ પહેરી હતી. તેણે ગોલ્ડન ડેઝ હાર્ડવેર સાથે બ્લેક લૂઈસ વીટન ડોફાઈન એમએમ બેગ સાથે તેનો લુક કંપ્લીટ કર્યો હતો. આ ક્લાસી પીસની કિંમત અંદાજે ₹ 3,55,000 છે.

Advertisment
https://www.instagram.com/p/C-5aiHBM5lu/

આ પણ વાંચો: Kareena Kapoor Khan: કરીના કપૂર ખાન ધ બકિંગહામ મર્ડર્સ ના કાતિલની તલાશમાં, ટીઝર વાયરલ, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

તેની હેરસ્ટાઇલ વિશે વાત કરીયે તો ખુબજ સિમ્પલ ઓપન હેયર સ્ટાઇલ પસંદ કરી છે. એકટ્રેસે ન્યૂડ મિનિમલ મેકઅપ રાખવાનું પસંદ કર્યું છે. તેના હોઠ પર બ્લશના સ્પર્શ, કેટલાક આઈશેડો અને લિપ ગ્લોસ સાથે નેચરલ લુક રાખ્યો છે. જો કે, તેના લુકની ખાસિયત તેનો પ્રેગ્નન્સી ગ્લો અને તેની સ્માઈલ છે.

દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તાજતેરમાં કલ્કિ 2898 AD માં અમિતાભ બચ્ચન,પ્રભાસ અને કમલ હસન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ 27 એ થિયેટરમાં રિલીઝ થઇ હતી. આવતી કાલે 22 ઓગસ્ટ 2024 ના OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે.

celebrities દીપિકા પાદુકોણ મનોરંજન ન્યૂઝ