'ઓમ શાંતિ ઓમ'માં ફરાહ ખાન દીપિકા પાદુકોણના સ્થાને આ અભિનેત્રીને લેવા માંગતી હતી, જાણો દીપિકા પાદુકોણ વિશે રોચક વાતો

Deepika Padukone : દીપિકા પાદુકોણને TIME100 ઈમ્પેક્ટ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. આ તકે આજે આ અહેવાલમાં દીપિકા પાદુકોણના લાઇફ સિક્રેટ અને તેના જીવનની રોચક વાતો વાંચો. જે અંગે કદાચ તમને ખ્યાલ નહીં હોય.

Deepika Padukone : દીપિકા પાદુકોણને TIME100 ઈમ્પેક્ટ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. આ તકે આજે આ અહેવાલમાં દીપિકા પાદુકોણના લાઇફ સિક્રેટ અને તેના જીવનની રોચક વાતો વાંચો. જે અંગે કદાચ તમને ખ્યાલ નહીં હોય.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Deepika Padukone | Deepika Padukone Movies | Deepika Padukone News

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ફાઇલ તસવીર

Deepika Padukone Movies : ગ્લોબલ સ્તર પર પ્રસિદ્ધી હાંસિલ કરનારી બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓ પૈકી એક છે. એટલું જ નહીં, TIMEએ તેમને વર્ષ 2018માં વિશ્વના 100માંથી સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન આપ્યું હતું. આ સાથે દીપિકા પાદુકોણને TIME100 ઈમ્પેક્ટ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. આ તકે આજે આ અહેવાલમાં દીપિકા પાદુકોણના લાઇફ સિક્રેટ અને તેના જીવનની રોચક વાતો વાંચો. જે અંગે કદાચ તમને ખ્યાલ નહીં હોય.

Advertisment

દીપિકા પાદુકોણ સફળતાની ટોચે

દીપિકા પાદુકોણે વર્ષ 2007માં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી બોલિવૂડમાં પર્દાપર્ણ કર્યું હતું. દીપિકા પાદુકોણે પહેલી ફિલ્મથી જ એટલી લોકપ્રિયતા મેળવી લીધી કે તેની ગણતરી દિગ્ગજ અભિનેત્રીમાં થવા લાગી હતી. લોકોને દીપિકા પાદુકોણની એક્ટિંગ એ હદ સુધી પસંદ આવી હતી કે, તેને સીધી સફળતાની ટોચે બેસાડી દીધી.

દીપિકો પાદુકોણ લાઇફ સિક્રેટ

તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મ માટે દીપિકા પાદુકોણ ડિરેક્ટરની પહેલી પસંદ નહોતી. હકીકતમાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફરાહ ખાન આ ફિલ્મ માટે પ્રિયંકા ચોપડા અથવા સુષ્મિતા સેનને લેવા માંગતી હતી, પરંતુ આ ઑફર બંને સુધી પહોંચી કે પ્રખ્યાત અભિનેત્રી મલાઈકા અરોરાએ ફરાહને દીપિકાનું નામ સૂચવ્યું અને જ્યારે ફરાહે દીપિકાને જોઈ તો તે તેની સુંદરતાથી એટલી પ્રભાવિત થઇ ગઇ કે તેને લોન્ચ કરવાનો નિર્ણય લઇ લીધો.

Advertisment

દીપિકા આ ​​ફિલ્મના સ્ક્રીન ટેસ્ટમાં ફેલ થઈ હતી

એવું પણ કહેવાય છે કે દીપિકા આ ​​ફિલ્મના સ્ક્રીન ટેસ્ટમાં ફેલ થઈ હતી, પરંતુ તેની સુંદરતાના કારણે ફરાહ તેને 'ઓમ શાંતિ ઓમ'માં કાસ્ટ કરવા માંગતી હતી. તમને જણાવી દઈએ કે, દીપિકા બોલિવૂડની એક એવી અભિનેત્રી રહી છે, જેના ખાતામાં ફ્લોપ ફિલ્મોની સંખ્યા ઘણી ઓછી છે, કારણ કે તે પોતાની પહેલી જ ફિલ્મથી સુપરસ્ટાર અભિનેત્રી બની ગઈ હતી.

આ પણ વાંચો : Chandrayaan 3 mission | ચાંદ પે ચઢાઈથી લઈને રોકેટ બોય સુધી અંતરિક્ષ પર બનેલી આ છે બેસ્ટ ફિલ્મો

દીપિકા પાદુકોણ આ ફિલ્મમાં મચાવશે ધૂમ

દીપિકા પાદુકોણની વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો દીપિકા આ ​​વર્ષે ફરી શાહરૂખ સાથે ફિલ્મ 'પઠાણ'માં જોવા મળી હતી અને આ ફિલ્મ તેની રિલીઝ સાથે બોક્સ ઓફિસ પર ઓલ ટાઈમ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને કમાણીના મામલે ઈતિહાસ રચ્યો હતો. 'પઠાણ' આ વર્ષની અત્યાર સુધીની વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનાર છે, જ્યારે હવે દીપિકા તેની બીજી મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જવાન'માં જોવા મળશે, જેમાં તે ફરીથી શાહરૂખ સાથે ખળભળાટ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન જોરદાર એક્શન કરતો જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરનો તેનો જોરદાર નજારો જોવા મળી રહ્યો છે.

ગુજરાતી ન્યૂઝ celebrities Express Exclusive દીપિકા પાદુકોણ મનોરંજન ન્યૂઝ