scorecardresearch

દીપિકા પાદુકોણએ પઠાણની અપાર સફળતા બાદ શાહરૂખ અને ગૌરી ખાનને કહી આ વાત

Deepika Padukone: દીપિકા પાદુકોણે પઠાનના વિરોધ સમયે શાંત રહ્યા બાદ હવે પ્રતિક્રિયા આપી છે કે તે કેમ શાંત રહી હતી.

દીપિકા પાદુકોણ ફાઇલ તસવીર
દીપિકા પાદુકોણ ફાઇલ તસવીર

શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહ્મ સ્ટારર ફિલ્મ ‘પઠાણ’નો પુરજોશમાં વિરોધ કરાયો હતો. બેશરમ રંગ’ સોન્ગ લોન્ચ થયું ત્યારથી ફિલ્મ ‘પઠાણ’ (Pathaan) રીલિઝ થઈ ત્યાં સુધી આખા દેશમાં જબરદસ્ત વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો. આ સાથે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના પૂતળા પણ સળગાવ્યા હતાં. ઉપરાંત ટ્વિટર પર પણ સોશિયલ મીડિયા યૂઝર્સે ઘણા દિવસો સુધી #BoycottPathaan ટ્રેન્ડ કર્યું હતું. આવા સંજોગોમાં દીપિકા પાદુકોણની અત્યાર સુધી કોઇ પ્રતિક્રિયા આવી ન હતી, પરંતુ હવે પઠાણે બોક્સઓફિસ પર શાનદાર પર્ફોમ કરતા વર્લ્ડવાઇડ 1 હજાર કરોડની કમાણી કર્યા બાદ પ્રતિક્રિયા સામે આવી છે.

હાલમાં એક ઈન્ટરવ્યૂમાં દીપિકાએ કિંગખાન અને તેની પત્ની ગૌરી ખાનને (Gauri Khan) શું કહ્યું હતું તેનો ખુલાસો કર્યો હતો. ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યૂમાં દીપિકા પાદુકોણે કહ્યું હતું કે ‘શૂટિંગ દરમિયાન દરેક વ્યક્તિ ઈચ્છતી હતી કે, આ ફિલ્મ શાહરુખ ખાન માટે સારી ચાલવી જોઈએ. દરેક વ્યક્તિ તેના માટે સારું ઈચ્છતી હતી. પરંતુ મારા માટે તેની સાથેના અંગત સંબંધ પર છે, જે તેના માટે બેસ્ટ ઈચ્છે છે. હું ઈચ્છતી હતી કે, ફિલ્મ તેના માટે પ્રોફેશનલી તેમજ પરિવાર માટે સારું કરે’. આ સાથે તેણે ઉમેર્યું હતું કે ‘કોઈ પણ ફિલ્મને સફળ બનાવવા માટે, તમારો ઈરાદો શુદ્ધ હોવો જોઈએ. ક્યાંકને ક્યાંક અમે પણ પ્રાર્થના કરી હતી. તેમા કોઈ લોજિક નથી. મેં શાહરુખ અને ગૌરીને પણ કહ્યું હતું કે, પ્રેમ અને આશીર્વાદ પાછા મળી રહ્યા છે’.q

‘પઠાણ’ના વિરોધ વખતે મનને કેવી રીતે શાંત રાખ્યું હતું તેનો જવાબ આપતાં એક્ટ્રેસે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે આપણે વ્યક્તિ તરીકે કેવા છીએ અને પરિવાર દ્વારા જે રીતે ઉછેર થયો છે તે દેખાઈ આવે છે. અમે અહીંયા માત્ર સપના અને આકાંક્ષા સાથે એકલા આવ્યા હતા.અમે કમિટમેન્ટ, હાર્ડ વર્ક અને નમ્રતા વિશે જાણીએ છીએ. કેટલાકમાં તે અનુભવ અને મેચ્યોરિટી સાથે આવે છે. અમે બંને એથ્લીટ્સ રહી ચૂક્યા છીએ. તે સ્કૂલ અને કોલેજમાં સ્પોર્ટ્સ રમતો હતો. સ્પોર્ટ્સ તમને સંયમ રાખતા શીખવે છે’.

View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone)

આ પણ વાંચો: સલમાન ખાનની અપકમિંગ મુવી ‘ટાઇગર 3’નો સીન લીક, ફિલ્મમાં ઇમરાન હાશ્મી હોવાનું અનુમાન

દીપિકા પાદુકોણ પઠાણ સિવાય બીજી ત્રણ ફિલ્મોમાં શાહરુખ ખાન સાથે કામ કરી ચૂકી છે. જેમાં ઓમ શાંતિ ઓમ, હેપ્પી ન્યૂ યર અને ચેન્નઈ એક્સપ્રેસનો સમાવેશ થાય છે. ત્યારે કિંગખાન સાથેના બોન્ડ વિશે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે ‘પંદર વર્ષ પહેલા, સુપરસ્ટારે મારા જેવી ન્યૂકમર પર વિશ્વાસ દાખવ્યો હતો, જેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ અનુભવ નહોતો. તેમ છતાં તેણે મને ડબલ રોલમાં ઓડિશન વગર કાસ્ટ કરી હતી’.

Web Title: Deepika padukone pathaan sucess after said shahrukh khan and gauri

Best of Express