દીપિક પાદુકોણ ટાઇમ્સ મેગેઝીનના કવર પેજ પર છવાઇ, અભિનેત્રી કહ્યું, ફિલ્મો પર રાજકીય વિરોધની ફિક્ર

Deepika Padukone: હાલ દીપિકા પાદુકોણ ટાઇમ મેગેઝીનના કવર પેજ પર છવાઇ હતી. આ ફેશન ફટોશૂ઼ટની કેટલીક તસવીરો અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેને પગલે તે જોરશોરથી ચર્ચામાં છે.

Written by mansi bhuva
May 11, 2023 20:01 IST
દીપિક પાદુકોણ ટાઇમ્સ મેગેઝીનના કવર પેજ પર છવાઇ, અભિનેત્રી કહ્યું, ફિલ્મો પર રાજકીય વિરોધની ફિક્ર
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ફાઇલ તસવીર

Deepika Padukone Magazine Photoshoot: ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી અભિનેત્રી દીપિકા પાદુકોણ કેટલી પ્રતિભાશાળી તેનાથી સૌકોઇ વાકેફ છે. ઘણીવાર અભિનેત્રીએ દેશને ગૌરવની તક આપી છે. તાજેતરમાં જ દીપિકા પાદુકોણ ઓસ્કર 2023 અને ફીફા વર્લ્ડ કપની ટ્રોફી લોન્ચ કરનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી . આમ દીપિકા પાદુકોણે વૈશ્વિક સ્તરે ઘણીવાર દેશનું માન વધાર્યું છે. હાલ દીપિકા પાદુકોણ ટાઇમ મેગેઝીનના કવર પેજ પર છવાઇ હતી. આ ફેશન ફટોશૂ઼ટની કેટલીક તસવીરો અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

આ ફોટોશૂટના BTS વીડિયો અને તસવીરો જોઇ ફેન્સ દીપિકાના વખાણ કરી રહ્યા છે. દીપિકા પાદુકોણે આ ફોટોશૂટની સાથે પોતાને ગ્લોબલ સ્ટારના લિસ્ટમાં સામેલ કરી લીધી છે. જેમાં તેણે બેન્જ કલરનો ઓવરસાઇઝ્ડ સૂટ પહેર્યો હતો. દીપિકાએ ટાઇમ મેગેઝીનના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શૅર કરી છે, જેમાં તેને કવર પેજ પર ગ્લોબલ સ્ટાર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. એક્ટ્રેસની આ ઉપલબ્ધિ પર ફેન્સ અને અન્ય સેલિબ્રિટીઝ તેને અભિનંદન પાઠવી રહ્યા છે. એક્ટ્રેસે શર્ટને અવોઇડ કરી ઓવરસાઇઝ્ડ બ્લેઝર પહેર્યુ હતું.

કવર શૂટ માટે બેન્જ કલરના બ્લેઝરની સાથે તેણે મેચિંગ પેન્ટ પહેર્યુ હતું. આ બ્લેઝરમાં નૉચ લેપલ કોલરની સાથે ફ્રન્ટ પર પૅચ પોકેટ્સ આપવામાં આવ્યા છે. ફૂલ સ્લિવ્સની સાથે પેડેડ શોલ્ડર અને હેમલાઇન પર કોન્સ્ટ્રાસ્ટ લાઇનિંગ આપવામાં આવી છે. આ લોન્ગ બ્લેઝરમાં લૂઝ ફિટિંગ હોવા છતાં તેમાં દીપિકાનું ટોન્ડ ફિગર હાઇલાઇટ થઇ રહ્યું હતું.

આ પણ વાંચો: રોશનભાભીએ છોડ્યો TMKOC શો, પ્રોડ્યૂસર આસિત કુમાર મોદી પર લગાવ્યો શારીરિક શોષણનો ગંભીર આરોપ

દીપિકાએ મેચિંગ ફ્લેયર્ડ પેન્ટ્સથી તેના લૂકને મોનોટોનસ રહેવા દીધો છે, પણ ફોટોશૂટ દરમિયાન તેણે કિલર પોઝ આપ્યા છે. લૂકને કમ્પલિટ કરવા માટે તેણે ગ્લેમ મેકઅપ કર્યો છે જ્યારે વાળને સેન્ટર પાર્ટેડ રાખીને વેવ્સમાં ખુલ્લા રાખ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ