/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Deepika-Padukone.jpg)
પ્રેગ્નેન્સીના છેલ્લા 2 મહિના મુશ્કેલ હતા, દીપિકા પાદુકોણએ પ્રેગ્નેન્સી જર્ની વિશે કર્યો ખુલાસો
Deepika Padukone | દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) સપ્ટેમ્બર 2024 માં પુત્રી દુઆ પાદુકોણ સિંહના માતા-પિતા બન્યા, ત્યારબાદ તેમનો પરિવાર તેની દીકરીની સંભાળ રાખવામાં વ્યસ્ત છે. જોકે હવે દીપિકા પાદુકોણ કામ પર પાછી ફરી છે. તે જ સમયે તે તેની પુત્રી દુઆ વિશે વાત કરતી જોવા મળે છે. તાજેતરમાં મેરી ક્લેર સાથેના એક ઇન્ટરવ્યુમાં, દીપિકા પાદુકોણે તેની ગર્ભાવસ્થા વિશે વાત કરી હતી.
દીપિકા પાદુકોણે (Deepika Padukone) જણાવ્યું કે ફેમિલી પ્લાન કરવા પર રણવીર સિંહની પ્રતિક્રિયા શું હતી અને પ્રેગ્નેન્સીના છેલ્લા બે મહિનામાં એકટ્રેસે કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. અહીં જાણો
દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્સી જર્ની (Deepika Padukone Pregnancy Journey)
દીપિકા પાદુકોણે રણવીર સિંહે તેની પ્રેગ્નેન્સી વિશે કહ્યું હતું કે, 'આ તારું બોડી છે. હા આ તમારા બંનેનો નિર્ણય છે, પણ જ્યારે પણ તું તૈયાર હોવ, કારણે કે તારા બોડીને આ પીડાને સહન કરવી પડશે. અભિનેત્રીએ જણાવ્યું કે તેને દીકરીનું નામ રાખવામાં બે મહિના લાગ્યા હતા. તેણે કહ્યું, "મને લાગે છે કે અમારા માટે સૌથી મહત્વની બાબત એ હતી કે પહેલા બાળકને આપણા હાથમાં લઈએ તેને આ નવી દુનિયામાં એક્સપ્લોર કરવા દઈએ, તેના વ્યક્તિત્વનો થોડો વિકાસ થવા દઈએ.'
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર | ઓપરેશન સિંદૂરથી બોલિવૂડ જોશમાં, આપી આવી પ્રતિક્રિયા
દીપિકા પાદુકોણ પુત્રીનું નામ (Deepika Padukone Daughter's Name)
દીપિકા પાદુકોણએ એ પણ ખુલાસો કર્યો કે તેની પુત્રીનું નામ દુઆ રાખ્યા પછી તેણે રાત્રે રણવીર સિંહ સેટ પર હતો ત્યારે ફોન કર્યો અને તેણે હા પાડી હતી. પોતાના પ્રેગ્નેન્સીના દિવસોને યાદ કરતા અભિનેત્રીએ કહ્યું, પ્રેગ્નેન્સીના આઠમા અને નવમા મહિનામાં મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહએ 1 નવેમ્બર, 2024 ના રોજ, તેમની પુત્રી દુઆનું નામ જાહેર કર્યું હતું. આ સાથે તેણે એક ફોટો શેર કર્યો જેમાં દુઆના પગ સૂટમાં દેખાઈ રહ્યા હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us