Deepika Padukone: દીપિકા પાદુકોણ પ્રોજેક્ટ કે ફર્સ્ટ લુક જોઇ ફેન્સ ફિદા, પ્રભાસ સાથેની પહેલી ફિલ્મ

Project K First Look: બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અપકમિંગ ફિલ્મ પ્રોજેક્ટ કે ફર્સ્ટ લુક થયો જાહેર, પ્રભાસ સાથેની દીપિકાની આ પ્રથમ ફિલ્મ ચર્ચા જગાવી રહી છે.

Updated : July 18, 2023 14:12 IST
Deepika Padukone: દીપિકા પાદુકોણ પ્રોજેક્ટ કે ફર્સ્ટ લુક જોઇ ફેન્સ ફિદા, પ્રભાસ સાથેની પહેલી ફિલ્મ
Deepika Padukone: દીપિકા પાદુકોણ અપકમિંગ મુવી પ્રોજેક્ટ કે ફર્સ્ટ લુક

દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મ પ્રોજેક્ટ કે ઘણી ચર્ચામાં છે. ફિલ્મમાં પેન ઇન્ડિયા સ્ટાર પ્રભાસ અને બોલિલુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનો દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લુકા સામે આવ્યો છે. દીપિકા પાદુકાણનો આ ફર્સ્ટ લુકથી સોશિયલ મીડિયામાં જાણે હલચલ મછી છે. મેકર્સે દીપિકાના આ લુકને ટ્વિટર સહિત અન્ય સોશિયલ પ્લેટફોર્મ પર શેયર કર્યો છે. આ સાથે આ ફિલ્મની પહેલી ઝલક ક્યારે રજુ થશે એ પણ જાહેર કર્યું છે.

ફિલ્મ પ્રોડક્શન હાઉસ વૈજયંતી મૂવીઝ (Vyajayanthi Movies) એ દીપિકા પાદુકોણ નો ફર્સ્ટ લુક શેયર કરતાં લખ્યું છે કે, એક આશા જાગી છે, સારા ભવિષ્યની, આ છે #Project K દીપિકા પાદુકોણની પહેલી ઝલક 20 જુલાઇ (અમેરિકા) અને 21 જુલાઇ એ ભારતમાં રજુ કરાશે.

પ્રોજેક્ટ કે મુવીનું ડાયરેક્શન નાગ અશ્વિને કર્યું છે. પ્રોજેક્ટ કે ફિલ્મમાં દીપિકા પાદુકોણ, પ્રભાસ ઉપરાંત કમલ હસન પણ મુખ્ય રોલમાં નજર આવશે. આ ફિલ્મ દીપિકાની નાગ અશ્વિન, પ્રભાસ અને કમલ હસનની એક સાથેની આ પ્રથમ ફિલ્મ છે.

પ્રોજેક્ટ કે દીપિકાનો ફર્સ્ટ લુક

પ્રોજેક્ટ કે ફિલ્મ અંગેનું જે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે એમાં દીપિકા પાદુકોણનો લુક ઘણો જ રફ એન્ડ ટફ દેખાઇ રહ્યો છે. તે ગુસ્સામાં દેખાઇ રહી છે. ટ્રેડ એનાલિસ્ટ તરળ આદર્શે પણ ટ્વિટ કરી આ લુક શેર કર્યો છે. જે સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, પ્રોજેક્ટ કે દીપિકાનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે.

ફેન્સ આ પોસ્ટ પર કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. લોકોને દીપિકાને આ લુક ઘણો જ પસંદ આવી રહ્યો છે અને વધુને વધુ લોકો દીપિકા પાદુકોણની આંખોના વખાણ કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે પ્રોજેક્ટ કે ઇતિહાસ રચવા જઇ રહી છે. ફિલ્મને સૈન ડિએગો કોમિક કોન (SDCC) 2023 માં દર્શાવવામાં આવશે. એસડીસીસીમાં રજુ થનાર આ પ્રથમ ભારતીય ફિલ્મ બનશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ