દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું દરિયા કિનારે આવેલ ઘર તૈયાર, શાહરૂખ ખાનના બનશે પાડોશી

દીપિકા પાદુકોણ રણવીર સિંહ વર્ષ 2018 માં લગ્ન કર્યા પછી સપ્ટેમ્બર 2024 માં તેમની પુત્રી દુઆનું સ્વાગત કર્યું હતું. વર્ક ફ્રન્ટની વાત કરીયે તો દીપિકા છેલ્લે કલ્કી 2898 એડી અને સિંઘમ અગેનમાં જોવા મળી હતી.

Written by shivani chauhan
April 16, 2025 11:55 IST
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું દરિયા કિનારે આવેલ ઘર તૈયાર, શાહરૂખ ખાનના બનશે પાડોશી
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું દરિયા કિનારે આવેલ ઘર તૈયાર, શાહરૂખ ખાનના બનશે પાડોશી

દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) તેમની પુત્રી દુઆ સાથે મુંબઈમાં તેમના નવા લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહેવા માટે તૈયાર છે. તાજેતરના વાયરલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે સમુદ્ર તરફના ક્વાડ્રુપ્લેક્સ એપાર્ટમેન્ટનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે, અને આ કપલ ટૂંક સમયમાં મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડમાં સ્થિત તેમના નવા ઘરમાં રહેવા જશે.

દીપિકા પાદુકોણ રણવીર સિંહનો નવો એપાર્ટમેન્ટ (Deepika Padukone Ranveer Singh New Apartment)

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના નવા ઘરની કિંમત 100 કરોડ રૂપિયા છે. એ પણ નોંધનીય છે કે સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાન દીપિકા અને રણવીરના પાડોશી હશે, કારણ કે શાહરૂખનું મન્નત અને સલમાનનું ગેલેક્સી એપાર્ટમેન્ટ એક જ વિસ્તારમાં સ્થિત છે. મન્નતનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી શાહરૂખ તેના પરિવાર સાથે મુંબઈના પાલી હિલ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયો છે. એક્ટર તેના વિશાળ ઘરમાં બે માળ વધારે કરી રહ્યો છે.

આ પણ વાંચો: ઇબ્રાહિમ અલી ખાન ઇન્ટરવ્યૂ। પોતાની ફિલ્મ નાદાનિયાંને આટલું રેટિંગ આપ્યું

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પાવર કપલનું નવું ઘર 16મા માળથી 19મા માળ સુધીના ટોચના ચાર માળમાં ફેલાયેલું છે. તેમાં આશરે 11, 266 ચોરસ ફૂટ આંતરિક જગ્યા અને 1300 ચોરસ ફૂટ ટેરેસ વિસ્તાર છે. આ ભવ્ય અને વૈભવી ઘર અરબી સમુદ્રના અદભુત દૃશ્યો પ્રદાન કરશે. આ મિલકત ઉપરાંત આ દંપતી પાસે અલીબાગમાં એક બંગલો પણ છે, જે તેમણે 2021 માં 22 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

દીપિકા પાદુકોણ રણવીર સિંહ મુવીઝ (Deepika Padukone Ranveer Singh Movies)

દીપિકા પાદુકોણ રણવીર સિંહ વર્ષ 2018 માં લગ્ન કર્યા પછી સપ્ટેમ્બર 2024 માં તેમની પુત્રી દુઆનું સ્વાગત કર્યું હતું. વર્ક ફ્રન્ટની વાત કરીયે તો દીપિકા છેલ્લે કલ્કી 2898 એડી અને સિંઘમ અગેનમાં જોવા મળી હતી. તેણે તેની પુત્રીના જન્મ પછી કોઈ નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરી નથી. આ દરમિયાન રણવીર આગામી ફિલ્મ ધુરંધરમાં જોવા મળશે, જેનું નિર્દેશન આદિત્ય ધર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં સંજય દત્ત , આર માધવન, અર્જુન રામપાલ અને અક્ષય ખન્ના પણ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ