Deepika Ranveer Wedding Video : ફેમસ ફિલ્મમેકર કરણ જોહરનો લોકપ્રિય ચેટ શો ‘કરણ વિથ કોફી’ શો ખુબ ચર્ચામાં રહે છે. તેવામાં કરણ વિથ કોફીની 8મી સીઝન આજે 26 ઓક્ટોબરેથી Disney+ Hotstar પર શરૂ થશે. જેમાં શોના પહેલા ગેસ્ટ તરીકે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને આમંત્રણ અપાયું. જ્યાં આ કપલની લવસ્ટોરીથી લઇને લગ્ન અંગે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન બંનેના ઇટલીમાં થયેલા લગ્નનો પહેલો અનસીન વીડિયો સામે આવ્યો છે.
KWK8ના પહેલા એપિસોડમાં રણવીરે પોતાની પહેલી મુલાકાતનો ઉલ્લેખ કર્યો. સાથે જ તેણે જણાવ્યું કે, જ્યારે માલદીવમાં તેણે દીપિકાને પ્રપોઝ કર્યુ ત્યારે તે ખૂબ જ ઇમોશનલ થઇ ગઇ હતી.
વધુમાં રણવીર સિંહે જણાવ્યું કે, ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા: રામલીલા’થી કરીના કપૂર હટી ગઇ ત્યારે મે જ દીપિકાનું નામ સૂચવ્યું હતું. આ પછી ફિલ્મ માટે સંજય લીલા ભણસાલી, હું અને દીપિકા લંચ પર ગયા હતાં. ત્યારે દીપિકાના દાંતમાં કંઇક ફસાઇ ગયું હતું. મે તેમને કહ્યું તો દીપિકાએ કહ્યું કાઢી આપ, હું મારી આંગળી જ્યારે દીપિકાના દાંત પાસે લઇ ગયો તો એવો 440 વોટનો ઝટકો લાગ્યો. બસ ત્યારથી જ કંઇક શરૂ થઇ ગયું હતું.
આ સાથે રણવીર સિંહે ફિલ્મ રામલીલામાં દીપિકા સાથેના લિપલોક અંગે જણાવ્યું હતું કે, અમે બંને ફિલ્મમાં આ કિસિંગ સીન સમયે એટલા ખોવાય ગયા હતા કે અમારી આસપાસ શું થઇ રહ્યું છે તેનું અમને ભાન જ ન હતું.
રણવીર સિંહે દીપિકા પાદુકોણને માલદીવમાં એક ટાપુ પર પ્રપોઝ કર્યું હતું. ત્યારે દીપિકા અત્યંત ઇમોશનલ થઇ ગઇ હતી. KWK8માં દીપવીરના લગ્નનો પહેલો વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં હલ્દી,મેહંદી અને લગ્નની કેટલીક ઝલક જોવા મળી રહી છે. બંન્ને સાત ફેરા લેતા જોવા મળી રહ્યા છે.બંન્નેનો આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દિપિકા અને રણવીર બંન્ને ખુબ સુંદર લાગી રહ્યા છે.
શો દરમિયાન દીપિકાએ પોતાના ડિપ્રેશન અને રણવીરે પોતાની સતત ફ્લોપ ફિલ્મો વિશે પણ વાત કરી. રણવીરે કહ્યું કે, સતત ફિલ્મો ફ્લોપ થવી અને આ સમયમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ હતું.





