દીપિકા પાદુકોણએ સ્કિન ટ્રીટમેન્ટ કરાવી છે? યુટ્યુબર ધ્રુવ રાઠી શું કર્યો ઘટસ્ફોટ?

યુટ્યુબ પર 'ધ ફેક બ્યુટી ઓફ બોલિવૂડ સેલિબ્રિટીઝ' નામના ધ્રુવ રાઠી (Dhruv Rathee) ના તાજેતરના વિડિઓમાં રાઠીએ દાવો કર્યો છે કે કાજોલ, બિપાશા બાસુ અને પ્રિયંકા ચોપરા જેવા ઘણા કલાકારોએ આવી સર્જરી કરાવી છે, દીપિકા પાદુકોણ વિશે યુટ્યુબરે શું કીધું?

યુટ્યુબ પર 'ધ ફેક બ્યુટી ઓફ બોલિવૂડ સેલિબ્રિટીઝ' નામના ધ્રુવ રાઠી (Dhruv Rathee) ના તાજેતરના વિડિઓમાં રાઠીએ દાવો કર્યો છે કે કાજોલ, બિપાશા બાસુ અને પ્રિયંકા ચોપરા જેવા ઘણા કલાકારોએ આવી સર્જરી કરાવી છે, દીપિકા પાદુકોણ વિશે યુટ્યુબરે શું કીધું?

author-image
shivani chauhan
New Update
Deepika Padukone skin lightening Treatment Dhruv Rathee

દીપિકા પાદુકોણ સ્કિન લાઈટનિંગ ટ્રીટમેન્ટ ધ્રુવ રાઠી રણવીર સિંહ ધુરંધર ન્યુઝ મનોરંજન। Deepika Padukone skin lightening Treatment Dhruv Rathee Ranveer Singh Dhurandhar news in gujarati Photograph: (Social Media)

મનોરંજન ન્યૂઝ | Deepika Padukone skin lightening Treatment Dhruv Rathee | રણવીર સિંહ (Ranveer Singh) ની ફિલ્મ 'ધુરંધર' પર કંટેન્ટ ક્રિએટર ધ્રુવ રાઠી (Dhruv Rathee) એ હવે બોલિવૂડ અભિનેત્રીઓને સ્કિનને ચમકાવતી સારવાર કરાવવા બદલ આકરી ટીકા કરી છે, જેમાં અભિનેતાની પત્ની, અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) નો પણ સમાવેશ થાય છે. 

Advertisment

યુટ્યુબ પર 'ધ ફેક બ્યુટી ઓફ બોલિવૂડ સેલિબ્રિટીઝ' નામના ધ્રુવ રાઠી (Dhruv Rathee) ના તાજેતરના વિડિઓમાં રાઠીએ દાવો કર્યો છે કે કાજોલ, બિપાશા બાસુ અને પ્રિયંકા ચોપરા જેવા ઘણા કલાકારોએ આવી સર્જરી કરાવી છે. પરંતુ, તેમના આરોપો દીપિકાના ચાહકોને પસંદ ન આવ્યા અને તેઓ સોશિયલ મીડિયા પર તેનો બચાવ કરવા માટે પહોંચી ગયા છે.

ધ્રુવ રાઠીએ દીપિકા પાદુકોણને કરી ટ્રોલ 

તેણે વીડિયોમાં બોલિવૂડ સેલિબ્રિટીઓ તરફ ઈશારો કરતા કહ્યું"જે સુંદરતાને તમે ભગવાનની ભેટ માનો છો, તે ખરેખર ડૉક્ટરની ભેટ બની ગઈ છે.' આ પછી, તેણે કેટલીક કોસ્મેટિક સર્જરી પ્રક્રિયાઓનો ઉલ્લેખ કર્યો, જેમાં નોઝ જોબ, લિપ ફિલર, ચરબી દૂર કરવી, જડબાના વિસ્તરણ, ફેસ લિફ્ટ, બોટોક્સ અને અન્યનો સમાવેશ થાય છે, અને આરોપ લગાવ્યો કે મોટાભાગના બોલિવૂડ અને હોલીવુડ સેલિબ્રિટીઓ સામાન્ય લોકોને અસુરક્ષિત અનુભવ કરાવવા માટે આ કરાવે છે. ત્યારબાદ તેણે ઘણા સેલિબ્રિટીઓની ક્લિપ્સ બતાવી જેમાં તેઓ સ્વીકારે છે કે તેઓએ સર્જરી કરાવી છે, અને જે લોકોએ જાહેરમાં સ્વીકાર્યું નથી તેને ખોટા સાબિત કર્યા હતા.

Advertisment

બોટોક્સ ઉપરાંત યુટ્યુબરે બિપાશા બાસુ, દીપિકા પાદુકોણ, શિલ્પા શેટ્ટી, કાજોલ અને પ્રિયંકા ચોપરા જેવી ઘણી અભિનેત્રીઓના નામ પણ સૂચિબદ્ધ કર્યા, અને દાવો કર્યો કે તે બધાએ સ્કિન લાઈટનિંગ ટ્રીટમેન્ટ (skin lightening treatments) કરાવી છે. તેણે એમ પણ કહ્યું કે આવી અભિનેત્રીઓ ચોક્કસ ગ્લુટાથિઓન ઇન્જેક્શન લે છે, તેણે એ પણ કહ્યું કે "તેની કરિયરની શરૂઆતમાં તેનો સ્કિન કલર ઘાટો દેખાતો હતો, પરંતુ હવે તે લાઈટ થઈ ગયો છે, પરંતુ સનલાઇટમાં ઓછું જવાથી અને ક્રીમ લગાવવાથી સ્કિન કલરમાં ફેરફાર થાય છે. તેણે એવો પણ દાવો કર્યો કે અભિનેતા શેફાલી જરીવાલાનું મૃત્યુ ખાલી પેટ એન્ટી એજિંગ ઇન્જેક્શન લેવાને કારણે થયું હતું.

જોકે રાઠીનો લેટેસ્ટ વીડિયો નેટીઝન્સ દ્વારા પસંદ કરવામાં આવ્યો ન હતો. ઘણા ચાહકોએ ટ્વીટર અને Reddit પર દીપિકા પાદુકોણનો બચાવ કર્યો હતો, અને કન્ટેન્ટ-ક્રિએટરના દાવાઓની ટીકા કરી હતી. એક વ્યક્તિએ લખ્યું કે "ફાઇનલ કટમાં લાઇટિંગ મદદ કરે છે અને એડિટિંગ પણ થાય છે. મને નથી લાગતું કે તેને કોઈ ટ્રીટમેન્ટ મળી છે," બીજા ચાહકે કમેન્ટ કરી કે "તેની નાનપણની તસવીરો જુઓ, તે એટલી બધી શ્યામ નહોતી. ભાગ્યે જ મીડયમ સ્કિન ટોન. તેથી તે 2000 ના દાયકાના ટેન ફેશન ટ્રેન્ડને અનુસરી રહી હતી જેમ કે ઐશ્વર્યાએ ધૂમ 2 માટે કર્યું હતું. એક ફેનએ લખ્યું કે "તે ધુરંધરની વિરુદ્ધ હતો, તેથી સ્વાભાવિક રીતે તેણે બેસ્ટ ટાર્ગેટ પસંદ કર્યો હતો.''

ધ્રુવ રાઠીએ અગાઉ રણવીર સિંહની ધુરંધરની ટીકા કરી હતી. આ પહેલી વાર નથી જ્યારે ધ્રુવ રાઠીએ બોલિવૂડ પર હુમલો કર્યો હોય. તેના અગાઉના યુટ્યુબ વીડિયોમાં તેણે દીપિકાના પતિ, અભિનેતા રણવીર સિંહની લેટેસ્ટ બ્લોકબસ્ટર ફિલ્મ ધુરંધર પર ટીકા કરી હતી. ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધર અને તેના કથિત 'સિસ્ટેમેટિક પ્રચાર' પર કટાક્ષ કરતા, રાઠીએ ફિલ્મને 'ખતરનાક' ગણાવી હતી. આ વીડિયોને રણવીરના ચાહકો અને દર્શકો તરફથી ઘણી ટીકા મળી હતી, જેમને ધુરંધર ગમ્યું હતું.

મનોરંજન ન્યૂઝ