/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/deepika-padukone-deewani-mastani-.jpg)
દીપિકા પાદુકોણનું સોન્ગ બાજીરાવ મસ્તાનીએ રચ્યો ઇતિહાસ (Photo Deepika p. Instagram)
Deepika Padukone Song Creat History : ગ્લોબલ સ્ટાર બની ચૂકેલી બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલમાં પોતાની પ્રેગનન્સીને લઇને ભારે ચર્ચામાં છે. આ વચ્ચે દીપિકા અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. ‘ઓસ્કર અવોર્ડ્સ’ના ઓફિશીયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અચાનક દીપિકા પાદુકોણ છવાઇ ગઇ છે. દીપિકાની ફિલ્મ ‘બાજીરાવ મસ્તાનીના દીપિકા પર ફિલ્માવવામાં આવેલા ગીત 'દીવાની મસ્તાની' એકેડમીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર દર્શાવવામાં આવ્યું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/deepika-padukone-pic.jpg)
હકીકતમાં 3 એપ્રિલે શેર કરાયેલા આ વીડિયોમાં ગીતની એક નાની ક્લિપ શેર કરવામાં આવી હતી. જેમાં દીપિકા, રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરાની ઝલક જોવા મળે છે. આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં દીપિકાના પતિ એક્ટર રણવીર સિંહે 'મેસ્મેરિક' (મંત્રમુગ્ધ) લખ્યું છે.
આ પોસ્ટ પર ઘણા ચાહકોએ પણ પ્રતિક્રિયા આપી છે. એક પ્રશંસકે લખ્યું, 'મોડા છતાં ઓસ્કર પણ મસ્તાનીના નૂરના દીવાના થઈ ગયા છે.' અન્ય એક યુઝરે લખ્યું - 'દીપિકા હંમેશાં મસ્તાની તરીકે આઇકોનિક રહેશે, આ પાત્રને તેના કરતાં વધુ સારી રીતે કોઈ કરી શકે નહીં.'
મહત્વનું છે કે, 'દીવાની મસ્તાની' ગીત 2015માં રિલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની'નું છે. આ ફિલ્મને વર્ષ 2024માં 9 વર્ષ પૂર્ણ થશે.'બાજીરાવ મસ્તાની'એ કમાણી મામલે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા. તે 2015ની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 356 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
દીપિકા પાદુકોણના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી છેલ્લે હ્રિતિક રોશન સાથે ફિલ્મ 'ફાઇટર'માં જોવા મળી હતી. હવે અભિનેત્રી સાઉથ સુપરસ્ટાર પ્રભાસ સાથે કલ્કી 2898માં જોવા મળશે.આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. દીપિકા અત્યારે પ્રેગ્નન્ટ છે અને સપ્ટેમ્બર સુધીમાં માતા બની શકે છે. તેણે ફેબ્રુઆરીમાં તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us