/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/deepika-padukone-ranveer-singh-photo.jpg)
દીપિકા પાદુકોણ મુંબઇમાં નહીં કરે ડિલિવરી? કપલે લીધો મોટો નિર્ણય (ફોટો દીપિકા ઇન્સ્ટા)
Deepika padukone : બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલ પ્રેગનેન્સીનો આનંદ માણી રહી છે. આ વચ્ચે દીપિકાની પ્રેગનેન્સીને લઇને એક નવા સમાચાર પ્રત્યક્ષ આવ્યાં છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પોતાના પહેલા બાળકને લઇને ખુબ જ ઉત્સાહમાં અને પ્રફુલ્લિત છે. તેવામાં રણવીર સિંહ દીપિકાનું ખાસ ધ્યાન રાખવા માટે એકાદ વર્ષનો ફિલ્મી કરિયરમાંથી બ્રેક લેશે તેવા અહેવાલ છે. સાથે આ કપલે વધુ એક નિર્ણય લીધો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/deepika-padukone-ranveer-singh.jpg)
મળતી માહિતી અનુસાર, દીપિકા પાદુકોણે બેંગાલુરુમાં તેની માતાના ધરે તેની પ્રથમ ડિલિવરી કરવાનો નિર્ણય લીધો છે. રણવીર સિંહ અને દીપિકાએ થોડા દિવસ માટે મુંબઇ છોડવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં, અભિનેત્રી શક્ય તેટલી વહેલી તકે તેના બધા કામ પતાવી દેવાની તૈયારી કરી રહી છે.
Ohh BabyGirl❤️🧿#DeepikaPadukonepic.twitter.com/AH0G38Ipiy
— Maasii Era💫💫 (@S__Bella19) March 19, 2024
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પોતાના પહેલા બાળકનું સપ્ટેમ્બર મહિનામાં સ્વાગત કરશે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 14 નવેમ્બર 2018ના રોજ ઇટાલીમાં લગ્ન કરીને પોતાના પ્રેમને મંઝીલ સુધી પહોંચી દીધો હતો.
દીપિકા પાદુકણ છેલ્લે ફિલ્મ ફાઇટરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં દીપિકા સિવાય હ્રિતિક રોશન, કરણ સિંગ ગ્રોવર, અનિલ કપૂર, અક્ષય ઓબરોય, સંજીદા શેખ વગેરે સ્ટાર્સ હતા.
દીપિકા પાદુકોણની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો તે કળિયુગ પર આઘારિત ફિલ્મ કલ્કિ 2898 એડીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પ્રભાસ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય દીપિકા પાદુકોણ બ્રહ્માસ્ત્ર 2 અને સપના દીદીમાં જોવા મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us