ઓસ્કર 2023માં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણની પ્રેઝન્ટર તરીકે પસંદગી કરવામાં આવી હતી. ત્યારે દેશે ફરી ગૌરવપૂર્ણ અનુભવ્યું હતું. ઓસ્કર 2023નું 12 માર્ચના રોજ લોસ એન્જેલસ ખાતે આયોજન થયું હતું. આ પ્રસંગે દીપિકા પાદુકોણ ખુબ જ સુંદર પોશાક પહેર્યો હતો. એક્ટ્રેસ ઓસ્કારમાં બ્લેક ઓફ શોલ્ડર ગાઉનમાં ધૂમ મચાવતી જોવા મળી હતી. નવાઇની વાત એ છે કે દીપિકાએ પોતાના દેખાવને પરફેક્ટ અને ગ્લેમરસ બનાવવા માટે જીમમાં કલાકો સુધી પરસેવો પાડ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
દીપિકાના વર્કઆઉટનો આ વીડિયો એક્ટ્રેસને ફિટનેસ ટ્રેનિંગ આપતી યાસ્મીન કરાચીવાલાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. વીડિયો શેયર કરતા યાસ્મીને લખ્યું, ‘ઓસ્કર કે પહલે વર્કઆઉટ તો બનતા હૈ ના?
ઓસ્કર માટે તૈયારી કરતા પહેલા લોસ એન્જલસમાં દીપિકા પાદુકોણની સવારે 6:30 વાગ્યે વર્કઆઉટની ઝલક શેયર કરી રહી છે. તેની ખૂબસૂરતીનું રહસ્ય અનુશાસન અને ડેડિકેશન છે.. શું તમે સંમત નથી? તેને ઓસ્કર માટે ટ્રેનિંગ આપવી તે એક અદ્ભુત સફર હતી. શું તમે દીપિકાના વર્કઆઉટના વધુ વીડિયો જોવા માંગો છો?’
દીપિકા પાદુકોણનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટ્રેસ પરફેક્ટ દેખાવા માટે ઘણી મહેનત કરી રહી છે. આ વીડિયોમાં તે બ્લેક ટ્રેક પેન્ટ અને વ્હાઈટ ટેન્ક ટોપમાં જોવા મળી રહી છે. દીપિકા પાદુકોણના ફેન્સની કોઈ કમી નથી. એક્ટ્રેસની પોપ્યુલારિટી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. સોશિયલ મીડિયા પર પણ તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. એક્ટ્રેસના ઈન્સ્ટાગ્રામ પર 72.6 મિલિયન ફોલોઅર્સ છે. તે એક ફિલ્મ માટે ભારે ભરખમ ફી વસૂલે છે.