/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/js-dev-anand.jpg)
Dev Anand Bunglow : દેવા આનંદનો 73 વર્ષ જૂનો બંગલો વેચાયો
દિવંગત અભિનેતા દેવ આનંદએ જ્યાં પોતાનું સંપૂર્ણ જીવન વિતાવ્યું હતું તે સુંદર બંગલો હવે વેચાય ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જીહાં દેવ આનંદનો જુહુમાં સ્થિત 73 વર્ષ જૂનો બંગલો વેચાવા જઈ રહ્યો છે. દેવ આનંદે તેની પત્ની કલ્પના કાર્તિક અને બાળકો સુનીલ આનંદ અને દેવિના આનંદ સાથે આ ઘરમાં તેના જીવનના 40 વર્ષ વિતાવ્યા હતા. આ તકે જાણો દેવ આનંદના બંગલાની ડીલ કેટલા કરોડમાં ફાઇનલ થઇ છે?
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર, અભિનેતાનો બંગલો એક રિયલ એસ્ટેટ કંપનીને વેચવામાં આવી રહ્યો છે. ડીલ ફાઈનલ થઈ ગઈ છે અને પેપર વર્ક લગભગ પૂર્ણ થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંગલાની ડીલ 350 થી 400 કરોડ રૂપિયાની વચ્ચે ફાઈનલ થઈ છે.
સૂત્રોનું માનીએ તો આ રિયલ એસ્ટેટ કંપની દેવ આનંદના બંગલાની જગ્યાએ 22 માળનો ટાવર બનાવશે. બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત અને ડિમ્પલ કાપડિયા પણ આ બંગલાની નજીક રોકાઈ ચૂકી છે. મળતી માહિતી પ્રમાણે, જે તે સમયે દેવ આનંદએ આ બંગલો બનાવ્યો હતો તે સમયે જુહુ વિશે બહુ ઓછા લોકો જાણતા હતા. પરંતુ હવે આ વિસ્તાર મુંબઈની સૌથી પ્રખ્યાત જગ્યાઓમાંથી એક છે.
દેવ આનંદએ એક જૂના ઈન્ટરવ્યુમાં આ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, "મેં 1950માં જુહુનું મારું ઘર બનાવ્યું હતું. તે સમયે જુહુ એક નાનું ગામ હતું અને ત્યાં સંપૂર્ણ જંગલ હતું. મને તે ગમ્યું કારણ કે હું એકલો છું. જુહુમાં હવે ખૂબ ભીડ થઈ ગઈ છે, ખાસ કરીને રવિવારે. ત્યાં હવે પહેલા જેવો નજારો રહ્યો નથી. મારા આઇરિસ પાર્ક નિવાસમાં હવે કોઇ પાર્ક નથી, મારા ઘરની સામે એક સ્કૂલ અને ચાર બંગલા છે.
આ પહેલા રાજ કપૂરનો બંગલો વેચાયો હતો
તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં કપૂર પરિવારની પુસ્તેની હવેલી વેચાય હતી. રાજ કપૂરનો ચેમ્બુરમાં આવેલો બંગલો ફેબ્રુઆરીમાં વેચાયો હતો. જે ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. આ જગ્યાએ રિયલ એસ્ટેટનો બિઝનેસ પણ થવાનો છે. આ સિવાય ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે વર્ષ 2019માં રાજ કપૂરનો આરકે સ્ટુડિયો ખરીદ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us