દેવા રીવ્યુ। શાહિદ કપૂર અભિનીત મુવી દેવા રિલીઝ, ચાહકો ફિલ્મના કરે ભરપૂર વખાણ

Deva Review | દેવા ફિલ્મ આજે એટલે કે 31મી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. તે મલયાલમ ફિલ્મ 'મુંબઈ પોલીસ'ની હિન્દી રિમેક છે. બંને ફિલ્મોનું નિર્દેશન રોશન એન્ડ્રુઝે કર્યું છે.

Written by shivani chauhan
Updated : January 31, 2025 14:56 IST
દેવા રીવ્યુ। શાહિદ કપૂર અભિનીત મુવી દેવા રિલીઝ, ચાહકો ફિલ્મના કરે ભરપૂર વખાણ
Deva Review | દેવા રીવ્યુ । શાહિદ કપૂર અભિનીત મુવી દેવા રિલીઝ, ચાહકો ફિલ્મના કરે ભરપૂર વખાણ

Deva Review | દેવા (Deva) ફિલ્મ આજે શુક્રવારે 31 જાન્યુઆરી સિનેમાઘરમાં રિલીઝ થઇ ગઈ છે. શાહિદ કપૂર અને પૂજા હેગડે અભિનીત એક્શન-થ્રિલર ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોતા હતા. આ ફિલ્મમાં શાહિદ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ નિર્માતા રોશન એન્ડ્રુઝે ડિરેક્ટ કરી છે. આ તેનું બોલિવૂડ ડેબ્યુ છે. દેવા એક એક્શન-થ્રિલર અને બદલાની સ્ટોરી છે. દેવા ફિલ્મ વિશે દર્શકો એ આપ્યા રીવ્યુ,

દેવા સ્ટોરી (Deva Story)

દેવાને સોશિયલ મીડિયા પર જે પ્રતિક્રિયાઓ મળી રહી છે તેના પરથી એવું લાગે છે કે તે બોક્સ ઓફિસ પર ટકી શકશે કારણ કે તેની સ્ટોરી ખૂબ જ રસપ્રદ અને મનોરંજક હોવાનું કહેવાય છે. ફિલ્મની સ્ટોરી એક બળવાખોર પોલીસ ઓફિસર પર છે. આ પોલીસ અધિકારીને એક હાઈ-પ્રોફાઈલ કેસ ઉકેલવાનું કામ સોંપવામાં આવે છે અને તે તપાસ કરે છે, છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખતરનાક ષડયંત્ર બહાર આવે છે.

દેવા ટ્રેલર (Deva Trailer)

શાહિદ કપૂર પૂજા હેગડે કેમેસ્ટ્રી (Shahid Kapoor Pooja Hegde Chemistry)

દેવા માંદર્શકોને પણ પૂજા હેગડે સાથે શાહિદ કપૂર ની કેમેસ્ટ્રી પસંદ આવી રહી છે. પૂજા હેગડેને ખુબ ઓછી સ્ક્રીન સ્પેસ આપી છે, પરંતુ તેનો એકટિંગ દમદાર જોવા મળી છે, ચાહકોને ફિલ્મ પસંદ આવી રહી છે.

દેવા ડિરેક્ટર (Deva Director)

દેવા ફિલ્મ આજે એટલે કે 31મી જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. તે મલયાલમ ફિલ્મ ‘મુંબઈ પોલીસ’ની હિન્દી રિમેક છે. બંને ફિલ્મોનું નિર્દેશન રોશન એન્ડ્રુઝે કર્યું છે. રોશને ‘સેલ્યુટ’ અને ‘કાયમકુલમ કોચુન્ની’ જેવી ઘણી મલયાલમ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. બોબી-સંજયે લખ્યું છે. મલયાલમ ફિલ્મ ‘મુંબઈ પોલીસ’માં પૃથ્વીરાજ સુકુમારન, જયસૂર્યા અને રહેમાન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

દેવા રીવ્યુ (Deva Review)

દેવા 84 કરોડના ખર્ચમાં બનેલી ફિલ્મ છે જે ફેન્સને પસંદ આવી રહી છે, યૂઝર્સ સોશિયલ મીડિયા પર દેવા વિશે સતત તેમના મંતવ્યો શેર કરી રહ્યા છે. દર્શકો દ્વારા પૂજા હેગડેની એકટિંગના વખાણ કરે છે, શાહિદ કપૂર પોલીસ ઓફિસરમાં દમદાર એકટિંગ કરતો જોવા મળ્યો છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ અદભુત છે, સિનેમેટોગ્રાફીની વાત આવે તો કેમેરા મુવમેન્ટસ અને વિઝ્યુઅલ બન્ને જોરદાર છે જેથી દર્શકોને મજા પડશે. ફિલ્મ વિકેન્ડ પર જોરદાર બોક્સ ઓફિસ પર સારી કમાણી કરે તેવી શક્યતા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ