Devara Box Office Collection: દેવરા બોક્સ ઓફિસ ક્લેક્શન પર બીજા દિવસે પછડાઇ, જાણો કેટલી કમાણી કરી

Devara Box Office Collection Day 2: દેવરા ફિલ્મમાં જુનિયર એનટીઆર અને જાહન્વી કપૂરની કોમેસ્ટ્રી દર્શકોને ગમી છે. જો કે રિલીઝ થયા બાદ બીજા દિવસે બોક્સ ઓફિસ ક્લેક્શન પર કમાણી ઘટી છે.

Written by Ajay Saroya
September 29, 2024 10:41 IST
Devara Box Office Collection: દેવરા બોક્સ ઓફિસ ક્લેક્શન પર બીજા દિવસે પછડાઇ, જાણો કેટલી કમાણી કરી
Devara Box Office Collection: દેવરા ફિલ્મમાં જુનિયર એનટીઆર અને જાહન્વી કપૂર છે. (Photo: @devaramovie)

Devara Box Office Collection Day 2: સાઉથ એક્ટર જુનિયર એનટીઆર અને જાહન્વી કપૂરની ફિલ્મ દેવરા પાર્ટ 1 27 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જૂનિયર એનટીઆર અને જાન્હવીની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. દેવરા પાર્ટ 1 ફિલ્મે પ્રથમ દિવસ એટલે કે ઓપનિંગ ડે પર ભારતમાં શાનદાર કલેક્શન કર્યું હતું. તમામ ભાષાઓ સાથે મળીને આ ફિલ્મે 80 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. જો કે બીજા દિવસે ફિલ્મની કમાણીમાં ઘટાડો નોંધાયો છે. આમ છતાં આ ફિલ્મે દુનિયાભરમાં લગભગ 200 કરોડનો બિઝનેસ કર્યો છે. આવો જણાવીએ ફિલ્મની કુલ કમાણી.

સેક્નીલ્કના રિપોર્ટ અનુસાર, જુનિયર એનટીઆરની એક્શન એન્ટરટેઇનર ફિલ્મ દેવરા એ તમામ ભાષાઓમાં પહેલા દિવસે ભારતમાં 82.5 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે તેલુગુમાં 73.25 કરોડ, હિંદીમાં 7.5 કરોડ, કન્નડમાં 0.35 કરોડ, તમિલ 1 કરોડ અને મલયાલમમાં 0.4 કરોડનો બિઝનેસ કર્યો હતો. સાથે જ આ જ રિપોર્ટ મુજબ બીજા દિવસના બોક્સ ઓફિસ કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો છે.

સેક્નીકના પ્રારંભિક રિપોર્ટ અનુસાર બીજા દિવસે એટલે કે શનિવારે દેવરા એ 40 કરોડનો બિઝનેસ કર્યો છે, જે પહેલા દિવસની કમાણી કરતા અડધી છે. આ ફિલ્મે તેલુગુમાં 29.4 કરોડ, હિંદીમાં 9 કરોડ, કન્નડમાં 0.35 કરોડ, તમિલમાં 1 કરોડ અને મલયાલમમાં 0.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

બંને દિવસના ઇન્ડિયા કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે બે દિવસમાં 122.5 કરોડ એટલે કે 100 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. જેમા તેલુગુમાં સૌથી વધુ કલેક્શન થયું છે, જે બે દિવસમાં 102.65 કરોડ અને હિંદીમાં 16.25 કરોડ સુધી પહોંચી ગયું છે.

આ સાથે જ જો ફિલ્મના વર્લ્ડવાઇડ કલેક્શનની વાત કરીએ તો પહેલા જ દિવસે 150 કરોડની કમાણી કરી લીધી હતી. બીજા દિવસની કમાણી બાદ આ આંકડો 200 કરોડને પાર કરી ગયો છે.

દેવરા એ ફાઇટર ને પછાડી

નોંધનીય છે કે ભલે દેવરા ની બીજા દિવસની કમાણીમાં ઘટાડો થયો હોય, પરંતુ તેમ છતાં તેણે હિન્દી ફિલ્મ ફાઇટર ને પાછળ છોડી દીધી છે. ફાઇટરનું બીજા દિવસનું કલેક્શન 39.5 કરોડ અને દેવરા નું 40 કરોડ રૂપિયા છે. ફાઇટર માં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતા અને આ વર્ષે તે 2024 ની પહેલી બોલિવૂડ હિટ ફિલ્મ હતી.

આ પણ વાંચો | ભૂલ ભુલૈયા 3 ટીઝર રિલીઝ, સિંહાસન માટે મંજુલિકા રિટર્ન

જો કે દેવરા ની સ્ટારકાસ્ટની વાત કરીએ તો જુનિયર એનટીઆર અને જાન્હવી કપૂર સાથે સૈફ અલી ખાન, શ્રુતિ મરાઠે, પ્રકાશ રાજ, શ્રીકાંત અને શાઇન ટોમ ચાકો જેવા સ્ટાર્સ મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન કોરાટલા શિવાએ કર્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ