Devara OTT Release Date: દેવારા ફિલ્મ થિયેટર બાદ હવે ઓટીટી પર રિલિઝ થવા જઇ રહી છે. સાઉથ એક્ટર જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂરની ફિલ્મ દેવારા ફેન્સને બહુ પસંદ આવી છે પરંતુ બોક્સ ઓફિસ પર વધારે કમાણી કરી શકી નથી. આ માટે એક્ટરે દર્શકોને જવાબદાર ગણાવતા કહ્યું કે, પ્રેક્ષકો ખૂબ જ નકારાત્મક બની ગયા છે. આવી સ્થિતિમાં, જો તમે જુનિયર એનટીઆરના ચાહક છો અને આ એક્શન થ્રિલર ફિલ્મ જોવાનું ચૂકી ગયા છો, તો તમારા માટે તે સારા સમાચાર છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં ઓટીટી પર રિલિઝ થવાની છે. ચાલો તમને જણાવીએ કે દેવારા ઓટીટી પર ક્યારે અને ક્યાં જોવા મળશે.
આજકાલ જોવા મળી રહ્યું છે કે થિયેટરોમાં રિલીઝ થયાના એક મહિના બાદ જ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ થઇ રહી છે. ખાસ કરીને સાઉથની ફિલ્મો છે, જે તરત જ ઓટીટી પર રિલીઝ થઇ રહી છે. તાજેતરમાં જોવા મળ્યું હતું કે ગોટ મૂવી થિયેટરમાં રિલીઝ થયાના 28 દિવસ બાદ જ ઓટીટી પર રિલીઝ થઈ હતી. આવી સ્થિતિમાં હવે એવું માનવામાં આવે છે કે જુનિયર એનટીઆરની ફિલ્મ દેવારા નવેમ્બરના પહેલા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે કારણ કે તેની થિયેટર રિલીઝને 23 દિવસ થઇ ગયા છે.
આ ઓટીટી પર થઈ શકે છે રિલીઝ
જુનિયર એનટીઆરની ફિલ્મ દેવરાના ડિજિટલ રાઇટ્સ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પાસે છે. આવી સ્થિતિમાં આ ફિલ્મને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરી શકાય છે. તે હિન્દી, તેલુગુ, કન્નડ, મલયાલમ અને તમિલ ભાષાઓમાં રિલીઝ થશે. જો કે હજુ આપણે ફિલ્મના ઓટીટી સ્ટ્રીમની સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે. સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે કે તે ઓટીટી પર નવેમ્બરમાં જોવા મળી શકે છે કે કેમ.

Devara Box Office Collection : દેવરા બોક્સ ઓફિસ ક્લેક્શન
દેવરા મૂવીના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવામાં આવે તો આ ફિલ્મે 23 દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર 281 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મે બધી ભાષાઓમાં ઘણી કમાણી કરી છે. સાથે જ તેનું વર્લ્ડવાઇડ કલેક્શન 500 કરોડને પાર કરી ગયું છે. મોટા બજેટની ફિલ્મ હોવાના કારણે ટ્રેડ એનાલિસ્ટ કમાણીના આ આંકડાને એવરેજ માની રહ્યા છે.
તમને જણાવી દઈએ કે દેવરા ફિલ્મમાં જુનિયર એનટીઆર સાથે જાન્હવી કપૂર અને સૈફ અલી ખાન લીડ રોલમાં છે. જુનિયર એનટીઆર સાથે બંને બોલિવૂડ સ્ટાર્સની આ પહેલી ફિલ્મ છે. સૈફ અલી ખાન આ ફિલ્મમાં વિલનના રોલમાં છે.





