Dhanush Raanjhanaa Success Story | તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતો સ્ટાર ધનુષે (Dhanush) આનંદ એલ રાયની 2013 ની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘રાંઝણા’ (Raanjhanaa) થી બોલિવૂડમાં યાદગાર ડેબ્યૂ કર્યું હતું. તેણે વારાણસીના એક છોકરા કુંદનની ભૂમિકા ભજવી હતી. અભિનેતાએ ગયા મહિને ફિલ્મની 12મી વર્ષગાંઠ પર ખુલાસો કર્યો હતો કે બજેટની લિમિટને કારણે તે લગભગ આ ફિલ્મ નહીં કરે.
ધનુષે રાંઝણાના ખાસ ફેન સ્ક્રીનિંગમાં શું કહ્યું?
ધનુષે રાંઝણાના ખાસ ફેન સ્ક્રીનિંગમાં કહ્યુ,”તે સમયે મને મુખ્ય અભિનેતા તરીકે લેવા માટે તેમની પાસે યોગ્ય બજેટ નહોતું . પરંતુ આ માણસ (આનંદ એલ રાય) નો જુસ્સો એટલો પ્રબળ હતો કે તે ફક્ત મને કુંદનનો રોલ કરવા માંગતો હતો. તે કોઈપણ અભિનેતાને આ રોલ ઓફર કરી શક્યો હોત અને તેઓ ખુશીથી તેમાં સામેલ થયા હોત. છેવટે આ ખૂબ જ શાનદાર રોલ છે.’
એક્ટર કહે છે, “પણબધી જ મુશ્કેલીઓનો સામનો કર્યો. મને ખબર નથી કે મારે આ કહેવું જોઈએ અને મને કોઈ ફરક નથી પડતો! તેણે પોતાના પૈસા પણ રોકાણ કર્યા. તેઓએ મને કાસ્ટ કરવા માટે બધું જ કર્યું. તેઓએ મારામાં કુંદન જોયો અને પોતાના વિઝન પર અડગ રહ્યા. અભિનેતાએ કબૂલાત કરી કે તે આ જ કારણસર તેની પહેલી તમિલ ફિલ્મમાં એટલો નર્વસ નહોતો જેટલો તે તેની પહેલી હિન્દી ફિલ્મમાં હતો.’

ધનુષે કહ્યું “મારી પહેલી ફિલ્મ દરમિયાન મને ડર નહોતો લાગ્યો. જ્યારે મને ના પાડી દેવામાં આવી હતી, ત્યારે મને ડર નહોતો લાગ્યો. હું આવો જ છું.પરંતુ મારી હિન્દી ડેબ્યુ વખતે પહેલી વાર, મને ડર લાગ્યો. મને જવાબદારીનો અનુભવ થયો. તેથી, હું ભગવાનને ખૂબ પ્રાર્થના કરી રહ્યો હતો કે ‘કોઈક રીતે આ માણસને બચાવો, તેઓએ એક કલ્ટ ક્લાસિક બનાવ્યું. આ કુંદન અને ઝોયાની સ્ટોરી નથી. આ બે પાગલ માણસો સ્ટોરી છે જેઓ આમાં વિશ્વાસ કરતા હતા.”
રાંઝણા મુવી કાસ્ટ (Raanjhanaa Movie Cast)
રાંઝણામાં સોનમ કપૂર, અભય દેઓલ, સ્વરા ભાસ્કર અને મોહમ્મદ ઝીશાન અય્યુબ પણ છે. ગયા વર્ષે, બોલિવૂડ હંગામા સાથેના એક ઇન્ટરવ્યુમાં, આનંદ એલ રાયે પણ ખુલાસો કર્યો હતો કે તેમણે શરૂઆતમાં કુંદનની ભૂમિકા માટે રણબીર કપૂરને કાસ્ટ કરવાનો પ્લાન હતો.
રાયે કહ્યું કે “એક એવો અભિનેતા જે પોતાને સરળ રાખે છે અને પોતાને ભીડમાં ભળી જાય છે, જે એક મુશ્કેલ બાબત છે, હું માનું છું કે રણબીર કપૂર આવો જ છે, પરંતુ તે સમયે તે ફ્રી નહોતો અને જ્યારે અમે આવા અભિનેતાની શોધમાં હતા, ત્યારે અમને ધનુષ મળ્યો.’
ધનુષ અને આનંદ એલ. રાયએ 2021 ની ફિલ્મ અતરંગી રે અને આગામી ફિલ્મ તેરે ઇશ્ક મેંમાં ધનુષ સાથે સહયોગ કર્યો હતો. તેરે ઇશ્ક મેં ધનુષ સાથે કૃતિ સેનન પણ જોવા મળશે આ મુવી નવેમ્બર 2025 માં રિલીઝ થશે.





