/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-92.jpg)
Dhanush : ધનુષ ફાઇલ તસવીર
Dhanush Birthday : સાઉથના સુપરસ્ટાર પૈકી ધનુષનો આજે 28 જુલાઇએ જન્મદિવસ છે. તેમનો જન્મ 28 જુલાઈ 1983ના રોજ ચેન્નાઈ, તમિલનાડુમાં થયો હતો. ધનુષને બોલિવૂડ ફિલ્મ ‘રાંઝણા’થી ખુબ પ્રસિદ્ધી મળી. આ ફિલ્મમાં ભજવેલા તેના પાત્રને કારણે તે ઘર-ઘર ફેમસ થઈ ગયો છે. ધનુષ તેના ડાયલોગ ડિલિવરીને કારણે માત્ર સાઉથમાં જ નહીં પરંતુ હિન્દી સિનેમામાં પણ પ્રચલિત છે. પ્રેક્ષકો તેની બહુમુખી પ્રતિભાના પાગલ છે. પરંતુ કદાચ તેના ચાહકો પણ નથી જાણતા કે ધનુષ ક્યારેય એક્ટિંગની દુનિયામાં આવવા માંગતો ન હતો.
સાઉથના આ સ્ટારને રિયલ લાઈફમાં રસોઈ બનાવવી પસંદ છે. આ સાથે ધનુષ પણ લોકોને ખવડાવવામાં પાછળ નથી. આ તેમનો શોખ છે. ધનુષ આ શોખને વ્યવસાયમાં બદલવા માંગતો હતો. પરંતુ નસીબમાં તો કંઇક બીજુ હતું. એવું કહેવાય છે કે ધનુષ હોટલ મેનેજમેન્ટનો કોર્ષ કરવા માગતો હતો. પરંતુ તેનું સપનું સાકાર થઇ શક્યું નહીં. કારણ કે ધનુષનો જન્મ દિગ્દર્શકોના પરિવારમાં થયો છે. પરિવારના દબાણને પગલે ધનુષ ફિલ્મોમાં આવ્યો. તેણે વર્ષ 2002માં તેના પિતા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘થુલ્લુવધો ઇલામાઈ’થી અભિનેતા તરીકેની પોતાની સફર શરૂ કરી હતી.
ધનુષ મલ્ટીટેલેન્ટ એક્ટર છે. તેને અભિનય સિવાય સંગીતમાં પણ ઘણો રસ ધરાવે છે. ધનુષ તરીકે ઓળખાતા એક્ટરનું સાચુ નામ તો કદાચ તમે નહીં જાણતા હોય. ધનુષનું અસલી નામ ‘વેંકટેશ પ્રભુ કસ્તુરી રાજા’ છે. તેની લૂકને કારણે લોકો તેની મજાક ઉડાવતા હતા. આ અંગે ખુદ ધનુષે ખુલાસો કર્યો હતો.
ધનુષે એક્ટર વિજય સેતુપતિ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ 2003માં જ્યારે તે ફિલ્મ ‘કાદલ કોંડન’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે સેટ પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યો હતો. લોઈ તેને ઓટો ડ્રાઈવર કહેતા અને હસતા હતા.
સાઉથના મેગાસ્ટાર રજનીકાંતના જમાઇ રહી ચૂકેલા ધનુષની નેટવર્થ જાણીને તમે ચોંકી જશો. તેણે 50થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ તેની પાસે ચેન્નાઈમાં એક આલીશાન બંગલો પણ છે. આ સિવાય ધનુષ મોંઘા વાહનોનો પણ શોખીન છે. ધનુષે ગયા વર્ષે ઐશ્વર્યા રજનીકાંતથી અલગ થવાની જાહેરાત કરી હતી.
ધનુષ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાંથી એક છે. ધનુષની કુલ સંપત્તિની વાત કરીએ તો વર્ષ 2022માં તે લગભગ 160 કરોડ રૂપિયા હતી. તે જ સમયે, જો સૂત્રોનું માનીએ તો, તેની માસિક કમાણી લગભગ ₹1 કરોડ છે. ધનુષ કોઈપણ ફિલ્મમાં કામ કરવા માટે 15 કરોડ રૂપિયા લે છે. તેણે તાજેતરમાં થિરુચિથમ્બલમ નામની ફિલ્મ માટે 12 થી 15 કરોડ લીધા હતા. તે જ સમયે, તેણે રુસો બ્રધરની ફિલ્મમાં નાના રોલ માટે 4 કરોડ રૂપિયા લીધા હતા.
આ સિવાય ધનુષે 7up, OLX, Centre Fresh જેવી ઘણી બ્રાન્ડને સમર્થન આપ્યું છે. તેની પાસે ચેન્નાઈમાં એક આલીશાન બંગલો પણ છે જેની કિંમત 25 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તે ચેન્નાઈની સૌથી પ્રસિદ્ધ જગ્યા છે, જ્યાં તમિલનાડુના લોકપ્રિય લોકો રહે છે. ધનુષને મોંઘા વાહનોનો પણ શોખ છે. તેની પાસે જગુઆર, ઓડી, બેન્ટલી અને રોલ્સ રોયસ ઘોસ્ટ પણ છે.
ધનુષે 18 નવેમ્બર 2004ના રોજ ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો પણ છે. લગ્નના 14 વર્ષ બાદ આ કપલે અલગ થવાની જાહેરાત કરી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us