Tere Ishk Mein Box Office Collection Day 6 : ધનુષ, કૃતિ સેનન સ્ટાર્ર તેરે ઇશ્ક મેં બોક્સ ઓફિસ હીટ ફિલ્મ સાબિત થઇ રહી છે. પરંતુ ફિલ્મની કમાણી દરરોજ એટલી વધી રહી નથી જેટલી સફળ ફિલ્મ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે. મંગળવારે (પાંચમા દિવસે) કમાણીમાં 54% વધારો નોંધાયાના એક દિવસ પછી, બુધવારે (છઠ્ઠા દિવસે) ફિલ્મની કમાણીમાં 34% ઘટાડો જોવા મળ્યો હતો.
બુધવારે તેરે ઇશ્ક મેં ફિલ્મે 6.8 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર મંગળવારના 10.25 કરોડ રૂપિયાની કમાણી થી ઓછી છે. સોમવારે (ચોથા દિવસે) રૂ.8.75 કરોડના કલેક્શનથી આ અણધાર્યો વધારો હતો, જે તેના રવિવાર (ત્રીજા દિવસે) રૂ.19 કરોડના કલેક્શનથી વધુ એક મોટો ઘટાડો હતો. તેના શરૂઆતના સપ્તાહમાં, ફિલ્મે દરરોજ માત્ર બે આંકડાની કમાણી કરી હતી, શનિવારે (બીજા દિવસે) 17 કરોડ રૂપિયા અને શુક્રવારે તેના શરૂઆતના દિવસે 16 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
Sacnilkના જણાવ્યા અનુસાર, ભારતમાં છ દિવસ પછી ફિલ્મનું હાલનું બોક્સ ઓફિસ કલેક્શન મૂળ હિન્દી વર્ઝન અને ડબ કરેલા તમિલ વર્ઝન બંનેમાં કુલ 77.84 કરોડ રૂપિયા છે.
તમિલ સુપરસ્ટાર ધનુષ અને એઆર રહેમાનના સંગીત છતાં ‘તેરે ઇશ્ક મેં’એ તેના તમિલ વર્ઝનથી માત્ર 4.65 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કુલ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કલેક્શનનો મોટો હિસ્સો હિન્દી વર્ઝનનો છે, જેણે 72.35 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જો કે, આ ફિલ્મે ધનુષની અગાઉની તમિલ રિલીઝ “ઇડલી કડાઈ” કરતા ઘણી વધુ કમાણી કરી છે, જેનું દિગ્દર્શન પણ ધનુષે કર્યું હતું અને જેણે તેના તમિલ અને ડબ તેલુગુ વર્ઝનમાં 50.48 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
તેરે ઇશ્ક મેં ફિલ્મે આનંદ એલ રાયની પાછલી નિર્દેશિત ફિલ્મ, રક્ષા બંધન (2022), જેમા અક્ષય કુમારને મુખ્ય ભૂમિકામાં હતા, તેને પણ પાછળ છોડી દીધી છે, જેને ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 48.63 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એણે 2013માં ધનુષ સાથેની રાયની હિટ ફિલ્મ રાંઝણાને પણ પાછળ છોડી દીધી હતી, જેણે બોક્સ ઑફિસ પર 60.22 કરોડની કમાણી કરી હતી. તેમની અગાઉની ફિલ્મ, અતરંગી રે, જેમાં અક્ષય કુમાર પણ હતા, કોવિડ 19 રોગચાળા દરમિયાન 2021 માં સીધા જિયો હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી.





