ધર્મેન્દ્ર (Dharmendra) બોલીવુડ જગતમાં એક મોટું નામ છે. એક્ટર ધર્મેન્દ્રએ વર્ષ 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે મૂવીથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. 89 વર્ષીયની હાલત ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને આ કારણે તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 24 નવેમ્બર, 2025 ના રોજ મુંબઈમાં એક્ટરનું અવસાન થયું હતું.
ધર્મેન્દ્રના નિધન પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમના નિધનથી “ભારતીય સિનેમામાં એક યુગનો અંત આવ્યો છે. ધર્મેન્દ્ર આજે 90 વર્ષના થયા હોત, આજે એક્ટરનો જન્મદિવસ છે.
ધર્મેન્દ્રએ બોલિવુડ ઉપરાંત રાજકારણમાં પોતાનું નામ બનાવ્યું છે, છ દાયકાથી વધુ સમય સુધી ચાલેલી સિનેમેટિક કારકિર્દી સાથે, તેમણે 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
વર્ષ 2012 માં ધર્મેન્દ્ર ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન, પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 1973 માં તેમણે આઠ હિટ ફિલ્મો આપી અને 1987 માં, ધર્મેન્દ્રએ એક જ વર્ષમાં સતત સાત હિટ ફિલ્મો અને નવ સફળ ફિલ્મો આપી જે હિન્દી સિનેમાના ઇતિહાસમાં હજુ પણ એક રેકોર્ડ છે.
ધર્મેન્દ્ર બર્થ ડે (Dharmendra Birthday)
ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર 1935ના રોજ પંજાબના લુધિયાણા જિલ્લાના નસરાલી ગામમાં ધર્મેન્દ્ર કેવલ ક્રિશન દેઓલ તરીકે થયો હતો. તેનો જન્મ કેવલ ક્રિશન અને સતવંત કૌર એક પંજાબી જાટ પરિવારમાં થયો હતો.
ધર્મેન્દ્ર લગ્ન (Dharmendra Marriage)
ધર્મેન્દ્રના પહેલા લગ્ન 1954માં 19 વર્ષની ઉંમરે પ્રકાશ કૌર સાથે થયા હતા, તે પહેલાં તેઓ ફિલ્મ ઉદ્યોગમાં આવ્યા હતા. આ લગ્નથી તેમને બે પુત્રો, સની દેઓલ અને બોબી દેઓલ બંને સફળ ફિલ્મ અભિનેતાઓ અને બે પુત્રીઓ, વિજેતા અને અજીતા હતા.
ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો?
બોમ્બે ગયા પછી અને ફિલ્મોમાં પ્રવેશ કર્યા પછી, ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કર્યા , જેના કારણે તે સમયે વિવાદ થયો કારણ કે તે પહેલાથી જ પરિણીત હતા. આ લગ્ન માટે ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હોવાની અફવાઓ ફેલાઈ હતી.
ધર્મેન્દ્ર અને માલિનીએ 1970 ના દાયકાની શરૂઆતમાં ઘણી ફિલ્મોમાં સાથે અભિનય કર્યો હતો, જેમાં શોલેનો પણ સમાવેશ થાય છે. આ કપલેને બે પુત્રીઓ છે, એશા દેઓલ અને આહના દેઓલ છે.
મીના કુમારીના પ્રેમમાં હતા ધર્મેદ્ર?
ધર્મેદ્રએ પોતાના જીવનમાં ઘણા પ્રકારના ઉત્તર ચઠાવ જોયા છે. ધર્મેદ્રને હિન્દી સિનેમામાં ઓળખ બનવાનું ક્રેડિટ ક્યાંકને ક્યાંક મીના કુમારીને અપાય છે. મીના કુમારી અને ધર્મેદ્રને એક ફિલ્મમાં સાથે અભિનય કર્યો હતો. મીના કુમારી એક સ્ટાર હતી અને ધર્મેદ્ર સ્ટ્રગલિંગ એક્ટર હતા, સાથે કામ કરતા ધર્મેદ્ર મીના કુમારીના પ્રેમમાં પડી ગયા હતા.
એવું પણ કહેવાય છે કે ધર્મેદ્રની સાથે કામ કરવાની ઈચ્છામાં મીના, ડાયરેક્ટરસની સામે તેમનેજ કાસ્ટ કરવાની શરત મૂકી હતી. પરંતુ મીના અને ધર્મેદ્રનો પ્રેમ લાંબો ટકી શક્યો નહિ અને બંનેવ અલગ થઇ ગયા હતા. ધર્મેદ્રથી અલગ થયા પછી મીનાના લગ્ન ફિલ્મમેકર કમાલ અમરોહી સાથે થયા હતા.
ધર્મેદ્ર અપકમિંગ મુવી
હાલમાં જ તેમની ફિલ્મ ‘ઇક્કીસ’નું ટ્રેલર પણ રિલીઝ થયું છે, જેમાં તેમનું દમદાર પાત્ર જોવા મળ્યું હતું.





