/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/dharmendra-birthyday.jpg)
Dharmedra : હેપી બર્થડે ધર્મેન્દ્ર
Dharmednra Birthday : હિન્દી સિનેમાના પ્રખ્યાત સ્ટાર ધર્મેન્દ્ર આજે 8 ડિસેમ્બરે 88 વર્ષના થવા જઈ રહ્યા છે. તેઓ લગભગ પાંચ દાયકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત છે. ધર્મેન્દ્ર આજે પણ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેઓ છેલ્લે તાજેતરમાં કરણ જોહરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેની અને શબાના આઝમી વચ્ચે એક કિસિંગ સીન હતો, તે સીનને લઈને ઘણી ચર્ચા પણ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. એકંદરે આ વર્ષ માત્ર ધર્મેન્દ્ર માટે જ નહીં પરંતુ સમગ્ર દેઓલ પરિવાર માટે લકી સાબિત થયું છે.
ધર્મેન્દ્ર ઉપરાંત તેનો મોટા પુત્ર સની દેઓલની ફિલ્મ 'ગદર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી અને હવે નાના પુત્ર બોબી દેઓલની ફિલ્મ 'એનિમલ' રેકોર્ડ તોડી રહી છે. આ સિવાય ધર્મેન્દ્રના પૌત્ર રાજવીર દેઓલે એક્ટિંગની દુનિયામાં ડેબ્યુ કર્યું છે.
ધર્મેન્દ્રને આરઆરકેપીકે ગમ્યું કે નહીં?
ધર્મેન્દ્રએ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં રણબીર કપૂરના દાદાની ભૂમિકા ભજવી હતી. તેઓ તેના જવાનીના દિવસોમાં શબાના આઝમીના પ્રેમમાં પડે છે, પરંતુ બંને પરિણીત છે અને તેમના સંબંધોને આગળ ધપાવતા નથી. ધર્મેન્દ્ર વૃદ્ધાવસ્થામાં તેની યાદશક્તિ ગુમાવે છે, પરંતુ જ્યારે શબાના તેની સામે આવે છો તો તેને બધુ જ યાદ આવી જાય છે.
રોકી ઔર રાની પ્રેમ કહાનીમાં શબાના અને ધર્મેન્દ્રનું લિપલોક બતાવવામાં આવ્યું છે. આ સીનને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આવા સંજોગોમાં અભિનેતાએ પ્રતિક્રિયા આપી હતી કે, તેણે તેના જીવનમાં આવા ઘણા દ્રશ્યો કર્યા છે, આ ફિલ્મની જરૂર હતી અને તેને શૂટ કરવામાં કોઈ સમસ્યા નહોતી. આ ઉંમરે આટલો આત્મવિશ્વાસ રાખવા બદલ ધર્મેન્દ્રના ખૂબ વખાણ થઈ રહ્યા છે. રોકી ઔર રાની કી પ્રેમ કહાનીએ ભારતમાં 355.61 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં લીડ રોલમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર હતા.
સની દેઓલ 60 વર્ષની ઉંમરે રેકોર્ડ બ્રેકિંગ એક્ટર બની ગયો
2001માં રિલીઝ થયેલી 'ગદર'ની સિક્વલ 22 વર્ષ પછી રિલીઝ થઈ હતી અને તેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. સની દેઓલની 'ગદર 2'ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. આ ફિલ્મે ભારતમાં 691.08 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ સાથે, સની દેઓલ 60 વર્ષની ઉંમરે બોક્સ ઓફિસ પર આ રેકોર્ડ બનાવનાર પ્રથમ અભિનેતા બન્યો. સની દેઓલ વિશે એવું પણ કહેવામાં આવતું હતું કે તે એક મહાન અભિનેતા છે, પરંતુ ફિલ્મ ઉદ્યોગમાં તેની કુશળતાની પ્રશંસા કરવામાં આવી નથી.
બોબી દેઓલ સફળતાનો સ્વાદ ચાખી રહ્યો છે
બોબી દેઓલને ફિલ્મોમાં કામ કર્યાને ઘણા વર્ષો થઈ ગયા છે. પરંતુ તેને 54 વર્ષની ઉંમરે સ્ટારડમ મળ્યું હતું. હાલમાં તે ફિલ્મ 'એનિમલ'માં જોવા મળી રહ્યો છે, આ ફિલ્મમાં બોબીના લુક, તેની બોડી, એક્ટિંગ અને પાત્રની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મ માટે બોબી દેઓલને ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મ અભિનેતા માટે લકી સાબિત થઈ રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us