Amitabh Bachchan Tribute To Dharmendra Deol : ધર્મેન્દ્ર દેઓલનું 24 નવેમ્બરે નિધન થયું છે. ઘણા સમયથી બીમાર બોલીવુડના હિમેન ધર્મેન્દ્રના નિધનથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને તેમના ચાહકો શોકમગ્ન છે. આ દરમિયાન અમિતાભ બચ્ચન પણ તેમના મિત્રના મૃત્યુથી ભાંગી પડ્યા હતા. આ દુઃખદ ઘટનાથી વ્યથિત બીગ બી અમિતાભ બચ્ચને એક લાંબી પોસ્ટ લખી હતી અને તેના મિત્ર ધર્મેન્દ્રને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી.
50 વર્ષ બાદ જય વીરુની જોડી તૂટી
અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રને ચાહકો જય વીરુના નામથી ઓળખે છે. 50 વર્ષ પહેલા બંનેએ ફિલ્મ શોલેમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ સુપરહિટ રહી હતી અને અમિતાભ ધર્મેન્દ્ર જય-વીરુ તરીકે પ્રખ્યાત થયા હતા. બંનેની મિત્રતાનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું.
અમિતાભ બચ્ચનની ભાવુક પોસ્ટ
“… વધુ એક બહાદુર પીઢ વ્યક્તિ આપણને છોડીને ચાલ્યા ગયા…સ્ટેજ છોડી દીધું… એક મૌન છોડી દીધું જેની પીડા અસહ્ય છે…
ધરમ જી…
… મહાનતાનું ઉદાહરણ – માત્ર તેમના પ્રખ્યાત મજબૂત શરીર માટે જ નહીં, પરંતુ તેમના વિશાળ હૃદય અને અત્યંત સરળ સ્વભાવ માટે …
… તેઓ પોતાની સાથે પંજાબના તે ગામની માટીની સુગંધ સાથે લાવ્યા હતા, જ્યાંથી તેઓ આવ્યા હતા અને તેમની શાનદાર કારકિર્દી દરમિયાન તે સ્વભાવથી સાચા રહ્યા રહ્યા હતા.
દરેક દાયકામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી બદલાઇ
પરંતુ તેઓ બદલાયા નહીં…
તેમનું સ્મિત, તેમનું આકર્ષણ અને તેમની હૂંફ – જે પણ તેમની પાસે આવે, તેણે તેનો અનુભવ કર્યો …આવું અમારી દુનિયામાં ખૂબ જ દુર્લભ છે.
… અમારી આસપાસની હવા હવે ખાલી લાગે છે…… એક ખાલીપણું જે હંમેશા ખાલી રહેશે…… પ્રાર્થના”
ધર્મેન્દ્ર છેલ્લી ફિલ્મ અમિતાભ બચ્ચના પૌત્ર અગસ્ત્ય નંદા સાથે
ધર્મેન્દ્ર છેલ્લે ફિલ્મ ઇક્કીસ માં જોવા મળશે અને આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ધર્મેન્દ્રની અંતિમ વિદાય વખતે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને અગસ્ત્ય નંદા હાજર રહ્યા હતા. ધર્મેન્દ્ર હૉસ્પિટલમાં હતા ત્યારે પણ અમિતાભ બચ્ચન ખૂબ જ દુ:ખી હતા અને તેમણે ઘણા બ્લેન્ક ટ્વિટ કર્યા હતા.





