Film Star Dharmendra Passes Away at 89: ધર્મેન્દ્ર દેઓલનું નિધન થયું છે. મુંબઇ સ્થિત નિવાસ સ્થાન બોલીવુડના હિમેન કહેવાત ધર્મેન્દ્ર દેઓલનું 89 વર્ષે નિધન થયું છે. ધર્મેન્દ્ર દેઓલના નિધનથી ચાહકોમાં શોકની લહેર ફેલાઇ થઇ છે. સોમવારે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના ઘર નજીક સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને ત્યાં એમ્બ્યુલન્સ પણ જોવા મળી હતી.
હેમા માલિની સહિત દેઓલ પરિવાર પવનહંસ સ્મશાને પહોંચ્યો
હવે 24 નવેમ્બરે ફરી એકવાર એમ્બ્યુલન્સ અભિનેતાના ઘરે પહોંચી હતી. આ પછી એમ્બ્યુલન્સ અને આખો પરિવાર પવન હંસ સ્મશાનગૃહમાં પહોંચતો જોવા મળ્યો હતો.
ધર્મેન્દ્ર દેઓલ લાંબા સમયથી બીમાર હતા
હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. આ પછી ઇન્ટરનેટ પર એવા અહેવાલો આવ્યા હતા કે અભિનેતાનું નિધન થયું છે, પરંતુ અભિનેતાની પુત્રી એશા દેઓલ અને પત્ની હેમા માલિનીએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેમને 12 નવેમ્બરના રોજ સવારે 7:30 વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.





