Dharmendra Health Update : ધર્મેન્દ્રની તબિયત બગડતા સારવાર માટે મોટો પુત્ર સની દેઓલ અમેરિકા લઇ ગયો, જાણો એક્ટરને શું થયું છે?

Dharmendra Health Update : બોલિવૂડના હીમેન ધર્મેન્દ્રને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. ધર્મેન્દ્રની તબિયત બગડવાને પગલે સની દેઓલ તેઓને અમેરિકા લઈ ગયો છે. જ્યાં તેઓની સારવાર ઘણા દિવસ સુધી ચાલશે તેવા સમાચાર સામે આવ્યા છે.

Written by mansi bhuva
Updated : September 12, 2023 12:02 IST
Dharmendra Health Update : ધર્મેન્દ્રની તબિયત બગડતા સારવાર માટે મોટો પુત્ર સની દેઓલ અમેરિકા લઇ ગયો, જાણો એક્ટરને શું થયું છે?
Dharmendra Health Update : ધર્મેન્દ્ર હેલ્થ અપડેટ

Dharmendra Health Update Today : બોલિવૂડના હીમેન ધર્મેન્દ્રને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. ધર્મેન્દ્ર ધર્મેન્દ્ર 87 વર્ષના છે. તેથી તેઓ વય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર, આ સારવાર માટે સની દેઓલ ધર્મેન્દ્રને અમેરિકા લઈ ગયો છે. જ્યાં તેઓની સારવાર 20 દિવસ સુધી ચાલશે.

સની પાજીએ વ્યસ્ત કાર્યકાળમાંથી બ્રેક લઈને તેના પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. મહત્વનું છે કે, સની પાજીની કારકિર્દી ફરી પાટા પર આવી ગઈ છે. તાજેતરમાં જ સની દેઓલની ફિલ્મ ગદર 2 રિલીઝ થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખુબ ધૂમ મચાવી હતી. ત્યારે વર્ષ 2023 પિતા અને પુત્ર બંને માટે ખૂબ જ લકી સાબિત થયું છે.

આ પણ વાંચો : Jawan Box Office Collection Day 5 : વિશ્વભરમાં શાહરૂખ ખાનની જવાનનો ડંકો, ભારત સહિત વિદેશમાં પણ ફિલ્મનુ જોરદાર કલેક્શન, કુલ કલેક્શન જાણીને આંખો પહોંળી થઇ જશે

‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં ધર્મેન્દ્રની દમદાર એક્ટિંગ

ધર્મેન્દ્ર હાલમાં જ કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યો હતો. ફિલ્મમાં ધર્મેન્દ્ર શબાના આઝમી સાથે રોમાન્સ કરતા જોવા મળે છે. આ ફિલ્મમાં બંનેના કિસિંગ સીને ધૂમ મચાવી દીધી હતી. ફિલ્મમાં ધર્મેન્દ્રએ રણવીર સિંહના દાદાની ભૂમિકા ભજવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ