Hema Malini On Dharmendra Health Updates : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર બુધવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ઘરે આવ્યા છે, જે પછી સુપર સ્ટાર અમિતાભ બચ્ચન થી માંડીને નિર્માતા દિગ્દર્શક ગુડ્ડુ ધનોઆ સુધીના ઘણા સ્ટાર્સ અને ફિલ્મમેકર્સ અભિનેતાના ઘરે તેમને મળવા આવ્યા હતા. બીજી તરફ ચાહકો પણ પોતાના ફેવરિટ સ્ટારની તબિયત વિશે જાણવા માગે છે. હવે તેમની પત્ની અને પીઢ અભિનેત્રી હેમા માલિનીએ હીમેન ના હેલ્થ અપડેટ વિશે જાણકારી આપી છે. ચાલો જાણીએ હેમા માલિની એ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે શું કહ્યું.
હું કમજોર ન બની શકું : હેમા માલિની
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, હાલમાં જ સુભાષ કે ઝા સાથે વાત કરતા હેમા માલિનીએ કહ્યું હતું કે, ‘આ મારા માટે સરળ સમય નથી. ધરમજીની તબિયત અમારા માટે ચિંતાનો વિષય છે. તેમના બાળકો આખી રાત ઊંઘી શકતા નથી. હું નબળી ન બની શકું, ઘણી બધી જવાબદારીઓ છે, પરંતુ હા… મને આનંદ છે કે તે ઘરે પાછા ફર્યા છે. અમને રાહત છે કે, તે હોસ્પિટલમાંથી બહાર આવ્યા છે. તેમણે તેમના લોકોની વચ્ચે રહેવાની જરૂર છે. બાકીનું બધું ઉપર વાળાના હાથમાં છે. મહેરબાની કરીને અમારા માટે પ્રાર્થના કરો. ”
ઘરે જ સારવાર થશે
તમને જણાવી દઈએ કે આગલા દિવસે બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડો.પ્રતીત સમદાનીએ પોતાનું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, “ધર્મેન્દ્રજીને સવારે 7:30 વાગ્યે રજા આપવામાં આવી હતી. તેમની આગળની સારવાર અને ટ્રિટમેન્ટ તેમના ઘરે જ ચાલુ રહેશે. આટલું જ નહીં, ડોક્ટરે એમ પણ કહ્યું કે પરિવારે ઘરે જ સારવાર લેવાનું પસંદ કર્યું છે.
https://www.instagram.com/p/DQ-5WhaDcKv/?hl=en&imgindex=1
અભિનેતાની ટીમે પણ એક નિવેદન આપ્યું હતું.
ડોક્ટર સિવાય અભિનેતા સની દેઓલની ટીમે સત્તાવાર નિવેદન આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ ઘરે જ સ્વસ્થ થશે. અમે મીડિયા અને જનતાને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ પ્રકારની અટકળોથી દૂર રહે.
આ પણ વાંચો | ધર્મેન્દ્રની 5 આઈકોનિક ફિલ્મ, જેણે બોલીવુડના હીમેન બનાવ્યા, આ ડાયલોગ હજી પણ લોકોને યાદ છે
આ સમય દરમિયાન, તેમની અને તેમના પરિવારની ગોપનીયતાનું સમ્માન કરો. અમે દરેકના પ્રેમ, પ્રાર્થના અને તેમના જલ્દી સ્વસ્થ, સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે શુભેચ્છાઓ માટે આભારી છીએ. કૃપા કરીને તેમનું સમ્માન જાળવી રાખો કારણ કે તેઓ તમને પ્રેમ કરે છે. ”





