/indian-express-gujarati/media/media_files/2026/01/06/pakistani-girls-dance-video-on-dhoorandhar-shararat-song-2026-01-06-14-20-01.jpg)
Pakistani Girls Dance Video On Dhoorandhar Shararat Song : ધુરંધર ફિલ્મના શરારત ગીત પર પાકિસ્તાન યુવતીના ડાન્સનો વીડિયો વાયરલ થયો છે. Photograph: (Express Photo)
Pakistani Girls Dance Video On Dhoorandhar Shararat Song: ધુરંધર ફિલ્મ ધમાલ મચાવી રહી છે. રણવીર સિંહની શાનદાર એક્ટિંગ અને અક્ષય ખન્નાની ડાન્સ ચાહકોને બહુ પસંદ આવ્યો છે. ભારત સહિત પડોશી દેશ પાકિસ્તાનમાં પણ આ ફિલ્મ માટે જબરદસ્ત ક્રેઝ છે. અહેવાલો અનુસાર, ઘણા લોકોએ આ ફિલ્મને ગેરકાયદેસર રીતે ડાઉનલોડ કરી છે. આટલું જ નહીં આ ફિલ્મના ગીતો પણ પાકિસ્તાનમાં ખૂબ પસંદ થઈ રહ્યા છે અને લોકો તેના પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો પાકિસ્તાનના એક લગ્ન સમારંભનો હોવાનું કહેવાય છે. વાયરલ વીડિયોમાં બે યુવતી પાકિસ્તાનના લગ્ન કાર્યક્રમ દરમિયાન ફિલ્મ 'ધુરંધર'ના ફેમસ ગીત 'શરારત' પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
વાયરલ વીડિયોમાં, બંને છોકરીઓએ શરારા પહેર્યો છે અને તે ગીતના ડાન્સ સ્ટેપ્સને આબેહૂબ કોપી કરતી જોવા મળી રહી છે. તેમની આજુબાજુ લગ્નમાં આવેલા મહેમાનો છે, જે તેમના ડાન્સથી ખુશ થઈને તાળીઓ પાડતા હોય તેવું લાગે છે. સોશિયલ મીડિયા યુઝર્સને આ વીડિયો ખૂબ જ પસંદ છે.
જો આપણે 'શરારત' ગીતની વાત કરીએ તો તેમાં અભિનેત્રી આયેશા ખાન અને ક્રિસ્ટલ ડિસૂઝાએ શાનદાર પર્ફોર્મન્સ આપ્યું છે. ગીતના શબ્દો અને કોરિયોગ્રાફી દર્શકોનો બહુ પસંદ આવી છે, જ્યારે બંને અભિનેત્રીઓનો જોરદાર ડાન્સ પણ તેની લોકપ્રિયતાનું મુખ્ય કારણ બની ગયું છે. આ ગીતને 'સા રે ગા મા પા મ્યુઝિક' યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું છે, જ્યાં તેને અત્યાર સુધીમાં 100 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
Dhurandhar breaking records in India,
— Dear Men (@Dear_Men_Life) January 5, 2026
While Pakistani girls breaking their dance floor on Dhurandhar songs.
Only Dhruv Tatte and Arfa are doing Maatam.pic.twitter.com/u5uEfzPUCG
ધુરંધર ફિલ્મે રેકોર્ડ બ્રેક 1200 કરોડની કમાણી કરી
ફિલ્મ ધુરંધર સુપરહિટ થઇ છે અને ઘણા બધા રેકોર્ડ તોડ્યા છે. આદિત્ય ધર દિગ્દર્શિત આ ફિલ્મે દુનિયાભરમાં 1200 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, આર માધવન, સંજય દત્ત, સારા અર્જુન અને અર્જુન રામપાલ મુખ્ય ભૂમિકામાં છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us