/indian-express-gujarati/media/media_files/2026/02/03/dhurandhar-2-teaser-and-poster-release-2026-02-03-12-05-06.jpg)
Dhurandhar 2 Teaser And Poster Out : ધુરંધર 2 ફિલ્મું ટીઝર અને પોસ્ટર રિલીઝ થયા છે. Photograph: (Ranveer Singh Instagram)
Dhurandhar 2 Teaser Release: ધુરંધર ફિલ્મ સુપરહિટ થયા બાદ હવે રણવીર સિંહ સ્ટાર્ર ધુરંધર 2 ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે. ધુરંધર 2 ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલિઝ થયા બાદ આજે ધરુંધર પાર્ટ 2 એટલે કે ધુરંધર : ધ રિવેન્જ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે. ધુરંધર ફિલ્માં રણવીર સિંહ અને અક્ષય ખન્ના એક્ટિંગ દર્શકોને બહુ પસંદ આવી છે. અભિનિત ફિલ્મ ડિરેક્ટર આદિત્ય ધરની ધરુંધર 2 આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાં સામેલ છે.
ધુરંધર : ધ રિવેન્જ ફર્સ્ટ લૂક પોસ્ટર
આદિત્ય ધર દ્વારા નિર્દેશત ધુરંધર 2 આ વર્ષની મચ અવેટેડ ફિલ્મ છે. ફિલ્મ ધુરંધર નો પ્રથમ પાર્ટ સુપરહીટ થયો છે અને બોક્સઓફિસ કલેક્શનમાં તમામ રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મના રિલીઝ પહેલા ધુરંધર ધ રિવેન્જ ફિલ્મમાં રણવીર સિંહનો ફર્સ્ટ લૂક પોસ્ટર જારી કરવામાં આવ્યો હતો.
આ અપકમિંગ ફિલ્મ ધુરંધર 2ના પોસ્ટરમાં રણવીર સિંહ બ્લેક કલરની લેધર જેકેટ પહેરી વરસાદમાં ભીંજાતો દેખાય છે. આખો પોસ્ટનો કલર લાલ છે, જે સંકેત આપે છે ધુરંધર 2 ફિલ્મમાં વધુ મારઘાડ હશે. આ પોસ્ટર જોયા બાદ દર્શકોમાં ધુરંધર ધ રિવેન્જ ફિલ્મ જોવા દર્શકો અધિરા થયા છે.
અબ બિગડને કા વક્ત આ ગયા હૈ : રણવીર સિંહ
રણવીર સિંહ સ્ટાર્ર ધુરંધર 2 ફિલ્મનું ટીઝર આજે 3 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 12:12 વાગે સોશિયલ મીડિયામાં રિલીઝ થયું છે. ટીઝર રિલીઝના સમયની ઘોષણા કરતા રણવીર સિંહે લખ્યું હતું - अब बिगड़ने का वक्त आ गया है. (અબ બિગડને કા વક્ત આ ગયા હૈ) ધુરંધર: ધ રિવેન્જ ટીઝર આજે બપોરે 12:12 વાગે રિલીઝ થશે.
Dhurandhar 2 Release Date : ધુરંધર 2 ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
ધુરંધર ફિલ્મનો પ્રથમ ભાગ રિલીઝ થયાને લગભગ બે મહિના જેટલો સમય થયો છે. રણવીર સિંહ, અક્ષય ખન્ના, અર્જૂન રામપાલ સહિત મલ્ટી સ્ટાર્ર ફિલ્મ ધુરંધર હજી પણ આ ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં સફળ છે. કમાણીના મામલે ધુરંધર ફિલ્મ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. હવે ધુરંધર ધ રિવેન્જ ફિલ્મ આગામી 19 માર્ચ, 2026ના રોજ થિયેટરમાં રજૂ થશે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us