ધુરંધર’નું ધમાકેદાર ગીત ‘શરારત’ થયું રિલીઝ, બન્યું નવું પાર્ટી એન્થમ

સોશિયલ મીડિયા પર રણવીર સિંહ અને અક્ષય ખન્નાની કેમિસ્ટ્રી અને તેમની અનફિલ્ટર્ડ મસ્તીએ ફેન્સમાં પહેલાથી જ નવી ઉત્સુકતા જગાવી છે, જેના કારણે ગીતને લઈને વધુ બઝ ઊભો થયો છે. “શરારત” હવે તમામ મુખ્ય મ્યુઝિક પ્લેટફોર્મ્સ પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે

Written by shivani chauhan
December 10, 2025 15:42 IST
ધુરંધર’નું ધમાકેદાર ગીત ‘શરારત’ થયું રિલીઝ, બન્યું નવું પાર્ટી એન્થમ
ધુરંધર શરારત ગીત રિલીઝ આયેશા ખાન મનોરંજન બોલિવૂડ ન્યૂઝ। Dhurandhar Shararat song release Ayesha Khan Ranveer Singh item song

જ્યારે ધુરંધરને લઈને શાનદાર રીવ્યુ અને રેકોર્ડ તોડ બોક્સ ઓફિસ કમાણી સતત આવી રહી છે, ત્યારે આ એક્શન સ્પાય થ્રિલર જબરદસ્ત પ્રતિસાદના કારણે નવી ઊંચાઈઓ સર કરી રહી છે. આ જ સફળતાની લહેરને આગળ વધારતાં, મેકર્સ જિયો સ્ટુડિયોઝ, B62 સ્ટુડિયોઝ અને સારેગામાએ આલ્બમનું પાંચમું મ્યુઝિક વિડિયો, કલર અને ઉત્સવથી ભરેલો ધમાલભર્યો ટ્રેક “શરારત” રિલીઝ કર્યો છે.

ધુરંધર શરારત ગીત રિલીઝ

શાદીના સીઝનમાં “શરારત” એક પરફેક્ટ ફેસ્ટિવ બૅંગર બનીને આવ્યું છે હાઈ-એનર્જી, કલરફુલ અને નટખટ રોમાન્સથી ભરપૂર. આ ગીત ભારતીય લગ્નની ખુશીઓમાં એક અલગ મજા ઉમેરે છે અને તરત જ આ સિઝનનું સૌથી મોટું સેલિબ્રેશન સોન્ગ બની જાય છે.

આ ગીતની સૌથી મોટી શક્તિ છે જાસ્મિન સાંડલસ અને મધુબંતી બાગચીની પાવરહાઉસ અવાજ, જે મળીને ગીતને નવા સ્તરે લઈ જાય છે. ગીતકાર જાસ્મિન સાંડલસ અને શશ્વત સચદેવે એવી લિરિક્સ આપી છે, જેમાં નટખટ છેડછાડ અને કૅચી રિધમનું મસ્ત મિક્સ છે જેના પર ઠુમકા લીધા વગર રહી જ શકાય નહીં.

કમ્પોઝર શશ્વત સચદેવ ફરી એક વાર પોતાની બહુમુખી પ્રતિભા સાબિત કરે છે. “શરારત” સાથે તેઓ ધુરંધરના પહેલાથી જ ડાયનેમિક અને અલગ-અલગ જાનરના આલ્બમને વધુ મજબૂત બનાવે છે, જે દેશભરની પ્લેલિસ્ટ્સમાં છવાયેલું છે.

વિજય ગાંગુલી દ્વારા કોરિયોગ્રાફ કરાયેલા આ મ્યુઝિક વિડિયોમાં એક શાનદાર લાઇનઅપ જોવા મળે છે આયશા ખાન, ક્રિસ્ટલ ડી’સૂઝા, જાસ્મિન સાંડલસ, મધુબંતી બાગચી, રણવીર સિંહ, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ છે.

સોશિયલ મીડિયા પર રણવીર સિંહ અને અક્ષય ખન્નાની કેમિસ્ટ્રી અને તેમની અનફિલ્ટર્ડ મસ્તીએ ફેન્સમાં પહેલાથી જ નવી ઉત્સુકતા જગાવી છે, જેના કારણે ગીતને લઈને વધુ બઝ ઊભો થયો છે. “શરારત” હવે તમામ મુખ્ય મ્યુઝિક પ્લેટફોર્મ્સ પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે અને સંપૂર્ણ મ્યુઝિક વિડિયો સારેગામાના અધિકૃત યુટ્યૂબ ચેનલ પર જોવામાં આવી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ