દિલજીત દોસાંઝે (Diljit Dosanjh) પોતાની કારકિર્દીમાં એક મોટા માઈલસ્ટોન ઉમેર્યા છે. તેને તેની ફિલ્મ અમર સિંહ ચમકીલા (Amar Singh Chamkila) માટે આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સ (International Emmy Awards) માં બેસ્ટ અભિનેતા કેટેગરી માટે નામાંકિત કરવામાં આવ્યા છે.
અમર સિંહ ચમકીલા (Amar Singh Chamkila) ફિલ્મના દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી (Imtiaz Ali) અને અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra) પણ દિલજીતની ઉજવણીમાં જોડાયા હતા. બંનેએ તેમના સોશિયલ મીડિયા પેજ પર તેમના નામાંકનના સમાચાર શેર કર્યા છે.
ઇમ્તિયાઝ અલી પોસ્ટ
સિંગર અભિનેતા દિલજીત દોસાંઝે ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, ફિલ્મના દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી છે. ઇમ્તિયાઝે તેમના ઇન્સ્ટાગ્રામના સ્ટોરી સેક્શનમાં દિલજીતનું ઇન્ટરનેશનલ એમી નોમિનેટેડ પોસ્ટર પોસ્ટ કર્યું છે. તમને જણાવી દઈએ કે દિલજીત દોસાંઝને ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સની બેસ્ટ અભિનેતા શ્રેણીમાં નામાંકિત કરવામાં આવ્યા છે. આ ફિલ્મને ટીવી ફિલ્મ/મિની સિરીઝ કેટેગરીમાં પણ સ્થાન મળ્યું છે.
પરિણીતી ચોપરા શું કહ્યું?
પરિણીતી ચોપરાને “અમર સિંહ ચમકીલા” ના આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સ નોમિનેશનની ખબર પડી, ત્યારે તેણીએ ઇમ્તિયાઝે પોસ્ટ કરેલી પોસ્ટ શેર કરી હતી. પરિણીતીએ લખ્યું, “ટીમ ચમકીલા પર ગર્વ છે.” તેણે ખુશ ચહેરાનો ઇમોજી પણ શેર કર્યો હતો.
અમર સિંહ ચમકીલા સ્ટોરી (Amar Singh Chamkila Story)
‘અમર સિંહ ચમકીલા’ ફિલ્મમાં દિલજીત દોસાંઝે પ્રખ્યાત પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાની ભૂમિકા ભજવી હતી. ચમકીલા પંજાબમાં તેમના ગીતો માટે પ્રખ્યાત હતા. 1988 માં અમર સિંહ ચમકીલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરિણીતી ચોપરાએ મુવીમાં તેમની પત્ની અમરજોતની ભૂમિકા ભજવી હતી. અમરજોત સ્ટેજ પર અમર સિંહ ચમકીલા સાથે ગાતા હતા. આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ હતી, જ્યાં દર્શકો દ્વારા સ્ટોરીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.