Dipika Kakar Latest News : ટીવી સીરિયલ સસુરાલ સિમર કા ફેમ એક્ટ્રેસ દીપિકા કક્કર (Dipika Kakar) ને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. અચાનક અડધી રાત્રે દીપિકા કક્કરની તબિયત લથડતાં તેને આનન-ફાનન હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ સમાચારની પુષ્ટિ દીપિકા કક્કરના પતિ શોએબે તેના લેટેસ્ટ વીડિયોમાં કરી છે.
મહત્વનું છે કે, દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમ યૂટ્યૂબ વ્લોગર છે. જેમાં તે પોતાના ફેન્સ સાથે પોતાની પર્સનલ લાઇફ અંગે અપડેટ શેર કરતા હોય છે. આ વચ્ચે શોએબે લેટેસ્ટ વીડિયોમાં દીપિકા કક્કડરની તબિયત ખરાબ થવાના શોકિંગ સમાચાર આપ્યાં હતા. આ પછી ચાહકોમાં ચિંતા પ્રસરી છે.
ફ્લૂના કરણે દીપિકા કક્કર અને નવજાત બાળક રૂહાન સહિત પરિવારના ઘણા સભ્યોની તબિયત ખરાબ હતી. દીપિકાને તો ગળામાં એટલો દુખાવો અને ઇન્ફેક્શન થઇ ગયું હતુ કે અડધી રાત્રે તે અસહ્ય પીડાને લીધે રડવા લાગી હતી. આવી હાલત જોઇને તેના પતિ શોએબે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમ લગભગ બે મહિના પહેલા જ પુત્રના માતા-પિતા બન્યા છે.





