બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના બરેલીમાં 13 જૂન 1992એ થયો હતો. દિશાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ મુકામ પ્રાપ્ત કર્યો છે. તેમને ઈન્ડસ્ટ્રીની સૌથી યંગ અને ફિટ એક્ટ્રેસ માનવામાં આવે છે. તેમણે સલમાન ખાન, ટાઈગર શ્રોફ સહિત કેટલાક મોટા એક્ટર્સની સાથે કામ કર્યુ છે પરંતુ શુ તમે જાણો છો તેમને શરૂઆતમાં એક્ટિંગમાં કોઈ રસ નહોતો, તેઓ એક સાયન્ટિસ્ટ બનવા ઈચ્છતા હતા. તેમણે લખનૌની એમિટી યુનિવર્સિટીમાંથી બાયોટેકમાં ગ્રેજ્યુએશન કર્યુ હતુ પરંતુ નસીબને બીજુ જ કંઈ મંજૂર હતુ.
દિશા પટણીએ કોલેજ દરમિયાન જ મોડલિંગ શરૂ કર્યુ અને એક્ટ્રેસ બનવાના રાહ પર ચાલી નીકળ્યા. મોડલિંગ કરતા તેમણે કેટલીક ટીવી જાહેરાતમાં કામ કર્યુ. તેમણે 17 વર્ષની ઉંમરમાં પહેલુ ફોટોશૂટ કરાવ્યુ હતુ. વર્ષ 2015માં તેમણે કેડબરી ચોકલેટ એડ કરી અને આ જ વર્ષે તેમણે તેલુગુ ફિલ્મ ‘લોફર’થી એક્ટિંગની દુનિયામાં પગલુ મૂક્યુ.
આ ફિલ્મને પુરી જગન્નાથે ડાયરેક્ટ કરી હતી. આના અગાઉના વર્ષે દિશાએ બોલિવૂડમાં પગલુ મૂક્યુ. તેમની ડેબ્યૂ ફિલ્મ ‘એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી’ હતી. જેમાં તેઓ સુશાંત સિંહ રાજપૂતના અપોઝિટ હતા. જે બાદ તેમણે ક્યારેય પીછેહઠ કરી નહીં. તેમણે બાગી 2, મલંગ, ભારત, રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ જેવી કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો કરી.
દિશા પટણીના કરિયરમાં તેમના પેરેન્ટ્સ અને બહેનનો ખૂબ મોટો ફાળો છે. દિશા એક ખૂબ વેલ એજ્યુકેટેડ ફેમિલીમાંથી આવે છે. દિશા પટાણીના પિતા જગદીશ સિંહ પાટની પોલીસ અધિકારી છે અને તેમની માતા હેલ્થ ઈન્સ્પેક્ટર છે. દિશાની મોટી બહેન ખુશ્બૂ પાટની ભારતીય સેનામાં લેફ્ટિનેંટ છે. દિશાનો એક નાનો ભાઈ સૂર્યાંશ પટણી પણ છે. દિશા પટણી તેમના પિતા જગદીશ સિંહ દિશાની ખૂબ નજીક છે. તેઓ પોતાના પિતાને સુપરહીરો માને છે.
દિશા પટણીની નેટવર્થની વાત કરીએ તો કુલ સંપત્તિ લગભગ 11 મિલિયન ડોલર એટલે કે લગભગ 75 કરોડ રૂપિયા છે. દિશાએ ખુબ જ ઓછા સમયમાં આટલી મોટી સંપત્તિ બનાવી છે. દિશા પટણી ફિલ્મોમાં અભિનય, મોડલિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી જબરદસ્ત કમાણી કરે છે. આ સિવાય દિશા પટણી એક ફિલ્મ માટે 6 કરોડ રૂપિયા ફી લે છે. એક્ટ્રેસ એક મહિનામાં 1 કરોડથી વધુની કમાણી કરે છે. આ સાથે તેની વાર્ષિક કમાણી લગભગ 12 કરોડ રૂપિયા છે.





