Disha Patani | દિશા પટાણી (Disha Patani) ના પિતા બરેલીમાં રહે છે, તેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે. ગઈકાલે એટલે કે શુક્રવારે, તેમના ઘરે ગોળીબાર થયો હતો. દિશા પટાણીના પિતા જગદીશ પટાણીએ આ હુમલા વિશે ઘણી વાતો શેર કરી છે. અહીં જાણો
દિશા પટાણીના ઘર પર ગોળીબાર થતા ના પિતા જગદીશ પટણીએ વાતચીતમાં જણાવ્યું કે જે ગોળીઓ ચલાવવામાં આવી હતી તે વિદેશમાં બનેલી હતી. વધુમાં અહીં જાણો
દિશા પટણીના પિતાએ ગોળીબાર થવા પર શું કહ્યું?
ANI સાથેની વાતચીતમાં દિશા પટાણીના પિતા જગદીશ પટણીએ કહ્યું’બે અજાણ્યા બદમાશોએ મારા ઘર પર ગોળીબાર કર્યો હતો. પોલીસ શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. પોલીસ અને ADG બધા તેના પર કામ કરી રહ્યા છે. ગોળીઓ સ્વદેશી નથી, વિદેશી છે. મને લાગે છે કે 8-10 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. મને સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી કે ગોલ્ડી બ્રારે આની જવાબદારી લીધી છે, પરંતુ પરિસ્થિતિ હજુ સ્પષ્ટ નથી.’
પરિવારને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી
પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે બપોરે લગભગ 3:30 વાગ્યે બે મોટરસાઇકલ સવાર હુમલાખોરોએ જગદીશ પટણીના ઘરે ગોળીબાર કર્યો હતો. બરેલીના એસએસપી અનુરાગ આર્યએ જણાવ્યું હતું કે, “અમને જગદીશ પટણીના ઘરે બે અજાણ્યા મોટરસાઇકલ સવાર હુમલાખોરો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. પોલીસ ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.
કોતવાલી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. પરિવારના સભ્યોની સુરક્ષા માટે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.” અનુરાગ આર્યએ એમ પણ માહિતી આપી હતી કે વધુ તપાસ માટે એસપી સિટી અને એસપી ક્રાઇમના નેતૃત્વમાં પાંચ ટીમો બનાવવામાં આવી છે. તેઓ કહે છે, “અમે આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરીશું. મેં પરિવારને મળીને તેમને સુરક્ષાની ખાતરી આપી છે.”





