Disha Vakani Video : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દયાબેન ઉર્ફે અભિનેત્રી દિશા વાકાણી મુંબઈમાં લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચી હતી. દિશા વાકાણીનો આ સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન દિશા વાકાણી માસ્કથી પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી હતી. દિશા વાકાણી સાડીમાં જોવા મળી હતી.
દિશા વાકાણીએ લાલબાગચા રાજા ના દર્શન કર્યા
દયા બેન ઉર્ફે દિશા વાકાણી ગણેશ ઉત્સવ નિમિત્તે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા લાલબાગચા રાજા પહોંચી હતી. દિશા વાકાણીએ લીલા અને ગુલાબી રંગની સુંદર સાડી પહેરી હતી અને પ્રશંસકોથી બચવા ચહેરા પર માસ્ક લગાવ્યો હતો. પંડાલમાંથી અભિનેત્રીનો વીડિયો વાયરલ થયો હતો અને ચાહકો તેને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત થયા હતા.
દિશા વાકાણીએ મરાઠી નથણી અને ગ્રીન આઈશેડોથી લુક કમ્પ્લીટ કર્યો હતો. સાથે મોતીની માળા પણ પહેરી હતી. આ લૂકમાં દિશા સુંદર લાગતી હતી.
દયા બેન 7-8 વર્ષથી શો માં જોવા મળ્યા નથી
તમને જણાવી દઈએ કે દિશા વાકાણી ઉર્ફે દયા બેન “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો માં છેલ્લા 7-8 વર્ષથી જોવા મળ્યા નથી. તે મેટરનિટી લીવ પર ગઈ હતી ત્યારબાદ શોમાં પરત ફરી નથી. અત્યાર સુધી આ શો માં દયાબેનની ભૂમિકા માટે દિશાની જગ્યાએ કોઈએ પસંદગી કરી નથી.
આ પણ વાંચો – ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં બની વિચિત્ર ઘટના, એક કલાકારનો આખો ડ્રેસ ખુલી ગયો
દિશાએ અસિત કુમાર મોદીને રાખડી બાંધી હતી
રક્ષાબંધનના પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ના પ્રોડ્યુસર અસિત મોદી દિશા વાકાણીના ઘરે ગયા હતા અને દિશા પાસે રાખડી બંધાવી હતી. અસિત મોદીએ વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું કે કેટલાક સંબંધો ભાગ્ય દ્વારા બંધાયેલા હોય છે, તે લોહીના સંબંધો નથી, પરંતુ આપણે પૂરા હૃદયથી બાંધીએ છીએ તે બંધન છે. દિશા વાકાણી મારા માટે ફક્ત ‘દયા ભાભી’ નથી, તે મારી બહેન જેવી પણ છે. હાસ્ય ફેલાવીને, યાદો બનાવીને અને મજબૂત બંધનો બનાવીને, આ સંબંધ સ્ક્રીનની બહાર ઘણો આગળ વધી ગયો છે. આ રક્ષાબંધન પર, મેં ફરી એકવાર તે જ અતૂટ વિશ્વાસ અને મજબૂત જોડાણનો અનુભવ કર્યો છે. મને આશા છે કે આ બંધન એ જ શક્તિ અને મીઠાશ સાથે કાયમ ટકી રહેશે.